ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિરાટ કોહલીનું વિશાળ સ્ટેચ્યુ, ચાહકોએ કહ્યું- ‘ક્રિકેટનો ભગવાન’
ભારતનાઆ સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે ફેન ફોલોવિંગ છે. જેનો વધુ એક પુરાવો સમી આવ્યો છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે મેવેરિક બેટરની લાઈફ-સાઈઝ સ્ટેચ્યુના એક વીડિયોએ ઈન્ટરનેટનું પર બધાનું ધ્યાન ખેંચ્યું છે, આ વીડિયોમાં વિરાટ કોહલીની મોટી પ્રતિમા છે અને આ જોઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો.
T20 વર્લ્ડ કપમાં ભલે વિરાટ કોહલી અત્યારસુધી કોઈ મોટી ઈનિંગ નહીં રમી શકયો હોય, પરંતુ તેની લોકપ્રિયતામાં આનાથી કોઈ ફરક પડ્યો નથી. T20 વર્લ્ડ કપના કો-હોસ્ટ કન્ટ્રી અમેરિકાનો એક વીડિયો હાલ વાયરલ થયો છે, જે આ વાતનું સાક્ષી છે.
વિરાટ કોહલીની પ્રતિમાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે, વાયરલ વીડિયોમાં વિરાટ કોહલીની સોનાની વિશાળ પ્રતિમાની ઝલક જોવા મળે છે. ઘૂંટણ પર ક્રિકેટ પેડ્સ સાથે, હાથમાં બેટ લઈને વિરાટ કોહલી ઊભો જોઈ શકાય છે. X પર વિડિયો શેર કરતાં, લોકપ્રિય મેટ્રેસ બ્રાન્ડ ડ્યુરોફ્લેક્સે લખ્યું, “આઈકોનીક ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિરાટ કોહલીની મોટી પ્રતિમા. રાજાની ફરજ, અમે વૈશ્વિક જઈ રહ્યા છીએ અને ઈતિહાસ રચી રહ્યા છીએ! અમે વિરાટ કોહલીને સારી ઊંઘ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપી રહ્યા છીએ.”
કિંગ કોહલી-ક્રિકેટનો ભગવાન
23 જૂનના રોજ શેર કરાયેલ આ વીડિયો પર ફેન્સની અનેક પ્રતિક્રિયાઓ આવી છે. વિરાટ કોહલીના ચાહકોએ કોમેન્ટ સેશનમાં જોરદાર કોમેન્ટ્સ કરી હતી. પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, “કિંગ કોહલી-ગ્લોબલ સ્પોર્ટસ્ટાર.” અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “ક્રિકેટનો ભગવાન.”
Just Unveiled :A larger-than-life statue of Virat Kohli at the iconic Times Square.
This King’s Duty, we are going global and making history!
We’re delivering great sleep and great health to Virat Kohli.#GreatSleepGreatHealth #ViratKohli #worldcup #cricket #CGI pic.twitter.com/5WpkZcwa7i
— Duroflex (@Duroflex_world) June 23, 2024
કમ્પ્યુટર-જનરેટેડ ઈમેજ જોઈ ફેન્સ ચોંકી ગયા
વિરાટ કોહલીની આ પ્રતિમા CGI (કમ્પ્યુટર-જનરેટેડ ઈમેજ) છે. જેને જોઈ અનેક ફેન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અનેક યુઝરે કોમેન્ટ કરી હતી કે, “શું ખેરખર આ વાસ્તવિક પ્રતિમા નથી? શું આ કોમ્પ્યુટરાઈઝ્ડ ઈમેજ છે?”
ઓસ્ટ્રેલિયા સામે વિરાટ 0 પર થયો આઉટ
સોમવારે, ભારતે તેની છેલ્લી સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવીને ચાલી રહેલા ICC T20 વર્લ્ડ કપ 2024માં ઈંગ્લેન્ડ સામે તેની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય સુકાની રોહિત શર્માએ માત્ર 42 બોલમાં 92 રનની જોરદાર ઈનિંગ રમી હતી. જોકે વિરાટ કોહલી આ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહીં અને ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો.
આ પણ વાંચો: ‘ભારતીય પ્રશંસકો સાથે સમસ્યા છે’…રવીન્દ્ર જાડેજા મુદ્દે ફેન્સ પર ગુસ્સે થઈ ગયા સુનીલ ગાવસ્કર