AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Vs Gautam Gambhir : ગૌતમ ગંભીર સાથેની લડાઈ બાદ Virat Kohliએ શેર કરી પોસ્ટ, જાણો શું કહ્યું

RCB અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આ પછી BCCIએ બંને પર દંડ પણ લગાવ્યો છે. વિરાટે એક પોસ્ટ શેર કરી છે.

Virat Kohli Vs Gautam Gambhir : ગૌતમ ગંભીર સાથેની લડાઈ બાદ Virat Kohliએ શેર કરી પોસ્ટ, જાણો શું કહ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 12:01 PM
Share

લખનૌના ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવારે ના રોજ રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ2023 મેચમાં યજમાન લખનૌ સુપર જાયન્ટ્સ ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબીએ આ મેચ 18 રને જીતી હતી. આ મેચ દરમિયાન આરસીબીના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને એલએસજીના નવીન ઉલ હક વચ્ચે ટક્કર જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ એલએસજીના મેન્ટર ગૌતમ ગંભીર અને વિરાટ વચ્ચે પણ ટક્કર જોવા મળી હતી.

આ મેચ બાદથી ગંભીર અને વિરાટ વચ્ચેની લડાઈ ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ત્રણેય પર દંડ પણ લગાવ્યો છે. વિરાટ અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે નવીન-ઉલ-હકને તેમની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ લડાઈ બાદ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે.

આ પણ વાંચો : Kohli – Gambhir Fined : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને ઝગડાની મળી મોટી સજા, Viratને સિઝનની ત્રીજી સજા મળી

આ પોસ્ટમાં લખ્યું છે કે, જે કાંઈ સાંભળો છો, તે ઓપિનિયન હોય છે. ફેક્ટ ન હોય, જે કાંઈ પણ આપણે સાંભળીયે છીએ તે જોવાની એક નજર હોય છે, સત્ય હોતું નથી. વિરાટ અને ગંભીર વચ્ચે સંબંધો પણ ક્યારે સારા રહ્યા નથી. આઈપીએલ 2013માં જ્યારે વિરાટ આરસીબીનો કેપ્ટન હતા અને ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતો. ત્યારે પણ બંન્ને વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ સિવાય આઈપીએલની આ સીઝનમાં જ્યારે આરસીબીને એલએસજીને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાર આપી હતી. ત્યારે ગૌતમ ગંભીરે સ્ટેડિયમમાં હાજર ચાહકોને ચુપ રહેવાનો ઈશારો કર્યો હતો.

કોહલી-ગંભીરને મળી સજા

વિરાટ કોહલીને આ સિઝનમાં મળેલી આ ત્રીજી સજા છે, જે તેની છેલ્લી બે ભૂલો કરતા મોટી ભૂલ માટે આપવામાં આવી છે. અગાઉ IPL 2023માં જ્યારે તે ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ RCBની કેપ્ટનશીપ કરી રહ્યો હતો ત્યારે તેને ધીમી ઓવર રેટ માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ઝઘડાને કારણે સજા વધુ આપવામાં આવી છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
g clip-path="url(#clip0_868_265)">