AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs LSG: માર્ક્સ સ્ટોઈનીસની ઈજાને લઈ મોટુ અપડેટ, લખનૌ સુપર જાયન્ટ્સની વધી ચિંતા!

Marcus Stoinis Injury Update: મોહાલીમાં લખનૌને જબરદસ્ત જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર માર્ક્સ સ્ટોઈનિસને આંગળી પર ઈજા પહોંચી છે. એક શોટને રોકવા જતા તેની આંગળી પર ઈજા પહોંચી હતી.

PBKS vs LSG: માર્ક્સ સ્ટોઈનીસની ઈજાને લઈ મોટુ અપડેટ, લખનૌ સુપર જાયન્ટ્સની વધી ચિંતા!
Marcus Stoinis ને આંગળીમાં ઈજા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 9:53 AM
Share

IPL 2023 માં શુક્રવારે સાંજે મોહાલીમાં તોફાન મચ્યુ હતુ. અહીં રનનુ તોફાન લખનૌના નવાબોએ સર્જી દીધુ હતુ. પંજાબના કિંગ્સ પણ બેટ ઘુમાવીને તોફાન મચાવવા લાગ્યા હતા પરંતુ લક્ષ્ય 56 રન દૂર રહી ગયુ હતુ. મોહાલીમાં બોલર્સના હિસ્સામાં માત્ર રન જ લૂંટાઈ રહેવાનુ જોવા મળી રહ્યુ હતુ. જોકે લખનૌ સુપર જાયન્ટસે લક્ષ્યનો પિછો કરતા પંજાબને સમેટી લેવામાં સફળતા મેળવી હતી. આ મેચમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા માર્કસ સ્ટોઈનીસે ભજવી હતી, પરંતુ પંજાબની શરુઆત ખરાબ કરવા દરમિયાન તેને ઈજા થતા મેદાનની બહાર થવુ પડ્યુ હતુ.

પહેલા બેટિંગ કરતા 5 છગ્ગા જમાવતી જબરદસ્ત બેટિંગ ઈનીંગ રમી હતી અને બાદમાં પંજાબની બેટિંગ શરુ થતા જ શિખર ધવનની વિકેટ ઝડપી હતી. જોકે સ્ટોઈનીસને લઈ સામે આવી રહેલ અપડેટ લખનૌ સુપર જાયન્ટ્સ માટે ચિંતા કરનારુ છે.

બોલ રોકવા જતા ઈજા

લખનૌ સુપર જાયન્ટ્સની જીતનો હિરો માર્ક્સ સ્ટોઈનીસ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે જ બેટર અથર્વ તાઈડેએ તાકાત વાળો શોટ જમાવ્યો હતો. આ શોટને રોકવા જતા જ તેની આંગળી પર બોલ વાગીને નિકળી ગયો હતો. પાવરફુલ શોટને રોકવાના પ્રયાસમાં તેની આંગળી પર ઈજા થતા તે ખૂબ જ પિડામાં જોવા મળ્યો હતો. પિડા એટલી થઈ રહી હતી, કે ઓવરનો તે અંતિમ બોલ નાંખી શક્યો નહોતો અને મેદાનની બહાર જવા મજબૂર થયો હતો. જે બાકી રહેલો બોલ આયુષ બડોનીએ પૂરો કર્યો હતો.

હાલમાં સામે આવી રહેલી વિગતોનુસાર સ્ટોઈનીસને સ્કેન કરવામાં આવશે. સ્કેન રિપોર્ટ બાદ સ્ટોઈનીસની ઈજાની ગંભીરતા અંગેની જાણકારી સામે આવશે. સ્ટોઈનીસે મેચ બાદ બતાવ્યુ હતુ કે, કેટલી ઈજા છે, એ હાલમાં સ્પષ્ટ નથી સ્કેન બાદ ખ્યાલ આવશે.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

ઓલરાઉન્ડ દેખાવ કર્યો

બેટિંગ કરતા સ્ટોઈનીસે 40 બોલનો સામનો કરીને પંજાબ સામે 72 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.. તેનો સ્ટ્રાઈક રેટ પણ 180ની આસપાસનો હતો. જ્યારે બોલિંગ લઈને આવતા જ તેણે પંજાબની બેટિંગ ઈનીંગની પ્રથમ ઓવરમાં જ શિખર ધવનની મહત્વની વિકેટ ઝડપી હતી. આમ માત્ર 1.5 ઓવર કરીને તેણે 21 રન ગુમાવી મહત્વની એક વિકેટ ઝડપી હતી.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આ પણ વાંચોઃ Rinku Singh, IPL 2023: રિંકૂ સિંહના લગ્નમાં ડાંસ કરશે શાહરુખ ખાન, તોફાની બેટરના શહેરની ગલીઓમાં નાચતો આવશે કિંગ ખાન!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">