Kohli – Gambhir Fined : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને ઝગડાની મળી મોટી સજા, Viratને સિઝનની ત્રીજી સજા મળી

Virat Kohli vs Gautam Gambhir, IPL 2023:કોહલી અને ગંભીરને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. અને સજા તરીકે તેની મેચ ફી કાપવામાં આવી છે.

Kohli – Gambhir Fined : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને ઝગડાની મળી મોટી સજા, Viratને સિઝનની ત્રીજી સજા મળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:40 AM

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને એકબીજા સાથે ટક્કરાવવું મોંઘુ સાબિત થયું છે. તેઓને એકબીજા સાથે લડવાની સજા આપવામાં આવી છે. ભલે બંને વચ્ચેની લડાઈ ઝપાઝપીની હદ સુધી પહોંચી ન હતી, પરંતુ જે થયું, ભલે ગમે તેટલો મોટો ખેલાડી ક્રિકેટ કે અન્ય કોઈ રમતમાં હોય, તેને સારું માનવામાં આવતું નથી. આ સીધું ક્રિકેટના નિયમોની વિરુદ્ધ છે. કોહલી અને ગંભીરને આની સજા મળી છે.

કોહલી અને ગંભીરને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. અને આની સજા તરીકે તેની મેચ ફીમાં કાપ મુકવામાં આવ્યો છે. બંનેને લખનઉમાં રમાયેલી મેચની ફી મળી ન હતી. સજા તરીકે તેની મેચ ફીમાં 100 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

કોહલી-ગંભીરને મળી સજા

વિરાટ કોહલીને આ સિઝનમાં મળેલી આ ત્રીજી સજા છે, જે તેની છેલ્લી બે ભૂલો કરતા મોટી ભૂલ માટે આપવામાં આવી છે. અગાઉ IPL 2023માં જ્યારે તે ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ RCBની કેપ્ટનશીપ કરી રહ્યો હતો ત્યારે તેને ધીમી ઓવર રેટ માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ઝઘડાને કારણે સજા વધુ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Virat Kohli Captaincy : વિરાટ કોહલી કેપ્ટનશીપમાં હિટ, પેનલ્ટીમાં ફુલ, વધુ એક ભૂલ પડી શકે છે મોંઘી

કોહલી અને ગંભીરની સાથે અફઘાનિસ્તાનનો ખેલાડી પણ ટક્કરાયો

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 2 ના ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી, ત્યારબાદ તેમની આખી મેચ ફી કાપી લેવામાં આવી. આ બંને સિવાય લખનૌ સુપર જાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હક પણ સજાને પાત્ર બન્યો છે, જેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીનની ભૂલ એ હતી કે તે કોહલી સાથે સામેલ થઈ ગયો.

જાણો વિરાટ અને ગંભીર ક્યારે ટક્કરાયા

તમને જણાવી દઈએ કે, લખનૌ અને બેંગ્લોર વચ્ચેની મેચ પૂર્ણ થયા બાદ કોહલી અને ગંભીર વચ્ચેની લડાઈ શરૂ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા. આ દરમિયાન વિરાટ અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું, જેને જોઈને બાકીના ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.

લડાઈનો આ ફોટો નવો નથી. વિરાટ અને ગંભીર આ પહેલા 2013 IPLમાં પણ ટકરાયા હતા. ફરક માત્ર એટલો છે કે ગંભીર તે સમયે KKRનો કેપ્ટન હતો અને હવે મેન્ટર છે. જ્યારે વિરાટ કોહલી ત્યારે પણ RCB સાથે જોડાયેલો હતો અને હજુ પણ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">