IND vs NZ, T20 World Cup: વિરાટ કોહલી અને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના વખાણ કર્યા, મેચ પહેલા જ હરીફ પર ફિદા થઇ ગયા, જુઓ Video

આજે રમાનારી મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ જોરદાર રીતે ન્યૂઝીલેન્ડના વખાણ કર્યા હતા. બંને ખેલાડીઓ કિવી ટીમના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા.

IND vs NZ, T20 World Cup: વિરાટ કોહલી અને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના વખાણ કર્યા, મેચ પહેલા જ હરીફ પર ફિદા થઇ ગયા, જુઓ Video
Virat Kohli-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:28 PM

ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ટીમ ઈન્ડિયા (Team India) હવે કરતાં થોડી વાર પછી ન્યૂઝીલેન્ડ (New Zealand) સાથે ટક્કર કરવા જઈ રહી છે. પરંતુ, આજે યોજાનારી આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ જોરદાર રીતે ન્યુઝીલેન્ડના વખાણ કર્યા હતા.

બંને ખેલાડીઓ કિવી ટીમના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે મોટી મેચ પહેલા કોઈ પણ કેપ્ટન હરીફ ટીમ માટે આટલી મોટી વાતો કરતો નથ હોતા., સિવાય કે તેની પાછળ માઇન્ડ ગેમ હોય. પરંતુ અહીં વિરાટ અને રોહિતે કોઇ જ માઈન્ડ ગેમ રમવાના ઈરાદા વિના જ ન્યુઝીલેન્ડની રમતના વખાણ કર્યા છે. બંનેએ પ્રસારણકર્તાને આપેલા ઈન્ટરવ્યુમાં કીવી ટીમના વખાણના શબ્દો વરસાવી દીધા હતા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિશે કહ્યું કે, તે તે ટીમોમાંની છે, જે વધારે ભૂલો નથી કરતી. કિવી ટીમની આ સૌથી મોટી તાકાત છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે, જ્યારે તમે ભૂલો કરતા નથી. ત્યારે તમારી મેચ જીતવાની તકો વધી જાય છે. તેનો શ્રેય ન્યુઝીલેન્ડ ક્રિકેટના સ્ટ્રકચરને જાય છે, જેને તેઓએ ડેવલોપ કર્યુ છે.

છેલ્લા 6-7 વર્ષોમાં તેણે વિશ્વ ક્રિકેટમાં જે રીતે પોતાની જાતને રજૂ કરી છે તે આશ્ચર્યજનક છે. તે 2015 વર્લ્ડ કપનો ફાઇનલિસ્ટ હતો. 2019ના વર્લ્ડ કપમાં ફાઈનલ રમી હતી. તેઓએ અમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવ્યું હતું. તેથી મને લાગે છે કે તેને આનો સંપૂર્ણ શ્રેય મળવો જોઈએ.

ન્યૂઝીલેન્ડ પાસે દરેક બેટ્સમેન માટે અલગ-અલગ પ્લાન છે- રોહિત

વિરાટ કોહલીની જેમ રોહિત શર્માએ પણ ન્યુઝીલેન્ડના વખાણના પુલ બાંધ્યા હતા. તેણે કીવી ટીમના આયોજન અંગે વાત કરી હતી. રોહિતે કહ્યું કે ન્યૂઝીલેન્ડ મેચને લઈને સારી યોજના બનાવી રહ્યું છે. તેની પાસે વિરોધી ટીમના દરેક બેટ્સમેન માટે એક પ્લાન છે અને આ એક મોટી વાત છે.

ભારત છેલ્લા 18 વર્ષથી ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે એકપણ મેચ જીત્યું નથી. પરંતુ, આજે તેણે પોતાનો ઈતિહાસ બદલવો પડશે. કારણ કે આમ ન કરવાથી તેની સેમીફાઈનલની આશા જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી ચોગ્ગા લગાવવામાં પણ બની શકે છે અવ્વલ ! આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના રેકોર્ડને તોડવાથી છે આટલો દૂર

 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયા ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા મસ્તીના મૂડમાં, ઇશાન-ઠાકુરે એકબીજાને બાહોં ભરીને કર્યો કપલ ડાન્સ,જુઓ Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">