T20 World Cup: ટીમ ઇન્ડીયા ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા મસ્તીના મૂડમાં, ઇશાન-ઠાકુરે એકબીજાને બાહોં ભરીને કર્યો કપલ ડાન્સ,જુઓ Video

ICC T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) ની ટીમો આમને-સામને થશે અને આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો નવો અવતાર જોવા મળ્યો હતો.

T20 World Cup: ટીમ ઇન્ડીયા ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા મસ્તીના મૂડમાં, ઇશાન-ઠાકુરે એકબીજાને બાહોં ભરીને કર્યો કપલ ડાન્સ,જુઓ Video
India Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:57 AM

ભારતીય ક્રિકેટ ટીમ આજે ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021) માં તેની બીજી મેચ રમવાની છે. ભારતે (India Cricket Team) આ મેચ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Crcket Team) સામે રમવાની છે. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મેચમાં હાર અને જીત તેના સેમિફાઈનલમાં જવાનો રસ્તો નક્કી કરશે. ભારતને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી હવે તે ન્યુઝીલેન્ડના હાથે હાર ટાળવા માંગશે.

જો કે ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમ હળવા મૂડમાં જોવા મળી હતી. ટીમના ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના મસ્તી કરતા કેટલાક વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વીડિયોમાં ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરની ડાન્સર સ્ટાઈલ પણ જોવા મળી રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ટીમ ઈન્ડિયા હેલોવીન સેલિબ્રેટ કરી રહી હતી અને આ સેલિબ્રેશન દરમિયાન કિશન અને ઠાકુરે પોતાની જુગલબંધી બતાવી અને ડાન્સ કરતા જોવા મળ્યા. બંને એકબીજાના હાથમાં હાથ નાખીને કપલની જેમ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કિશને ઠાકુરને લગભગ પાડી દીધો હતો, પરંતુ તેને અંતિમ પળે જ સંભાળી લીધો હતો. આ દરમિયાન ટીમના બાકીના ખેલાડીઓ અને તેમની પત્નીઓ બંનેના ડાન્સની મજા માણી રહી હતી. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ હાજર હતો અને તે મોબાઈલમાં આ બંનેનો વીડિયો ઉતારી રહ્યો હતો.

પંતે ગીફ્ટ વિતરણ કર્યું

ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેને આ સમયગાળા દરમિયાન બાળકોને ભેટ પણ વહેંચી હતી. પંત ચોકલેટ અને ટોફીથી ભરેલી બેગ લાવ્યો હતો અને બદલામાં સાથી ખેલાડીઓના બાળકોને આપી રહ્યો હતો. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિનની દીકરીઓ રોહિત શર્માની દીકરી પંત પાસેથી આ ટૉફી લેતી જોવા મળી હતી.

ભારત માટે મુશ્કેલ પડકાર

ભારતે આજે ન્યુઝીલેન્ડ સામે મેચ રમવાની છે. ન્યુઝીલેન્ડ એક એવો પ્રતિસ્પર્ધી છે જેણે ટી-20 ફોર્મેટ વર્લ્ડ કપમાં ભારતને ઘણી પરેશાન કરી છે. ભારત 2003 થી ICC ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમો પાંચ વખત સામસામે આવી ચૂકી છે. આ બંને ટીમો ODI વર્લ્ડ કપમાં બે વખત આમને સામને આવી હતી. 2003 અને 2019માં આ બંને ટીમો ODI વર્લ્ડ કપમાં સામસામે આવી હતી.

આ બંનેમાં ન્યુઝીલેન્ડનો વિજય થયો હતો. આ બંને ટીમો માત્ર બે વખત T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. આ બંને વખત ન્યુઝીલેન્ડ પણ જીત્યું હતું. તાજેતરમાં, આ બંને ટીમો ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટકરાયા હતા જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.

આ પણ વાંચોઃ  IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત

આ પણ વાંચોઃ  IND vs NZ, T20 World Cup 2021: ન્યુઝીલેન્ડ સામે આજે આરપારની લડાઇ, ટીમ ઇન્ડીયાએ ICCમાં કિવી સામેનો ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">