T20 World Cup: વિરાટ કોહલી ચોગ્ગા લગાવવામાં પણ બની શકે છે અવ્વલ ! આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના રેકોર્ડને તોડવાથી છે આટલો દૂર

આજનો દિવસ વિરાટ કોહલી (Virat Kohli) માટે કસોટી ભર્યો છે. આજે ન્યુઝીલેન્ડ સામે ઇતિહાસ બદલતુ પ્રદર્શન ટીમ ઇન્ડીયા (Team India) એ કરવુ પડશે. આ દરમિયાન કોહલી પોતાના નામે વિક્રમ પણ નોંધાવી શકે છે.

T20 World Cup: વિરાટ કોહલી ચોગ્ગા લગાવવામાં પણ બની શકે છે અવ્વલ ! આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના રેકોર્ડને તોડવાથી છે આટલો દૂર
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:10 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે ટક્કર થનારી છે. વિરાટ કોહલી (Virat Kohli) માટે આજની મેચ કેપ્ટનશિપની કસોટી સમાન હશે. કારણ કે, તેના માટે તેની કેપ્ટનશિપ હેઠળ T20 ક્રિકેટમાં અંતિમ ટૂર્નામેન્ટ છે. જો આજે તે નિષ્ફળ રહેશે તો ભારતીય ટીમ (Team India) નુ વિશ્વકપમાં (T20 World Cup) થી બહાર થવાનુ જોખમ તોળાઇ શકે છે. જોકે આ માટે તેણે પોતે પણ બેટ વડે સારી રમત રમવી જરુરી છે. જો તે મોટી ઇનીંગ રમે છે અને 5 ચોગ્ગા લગાવે છે તો તેના નામે વિક્રમ નોંધાઇ શકે છે.

હાલમાં T20 ક્રિકેટમાં ચોગ્ગા લગાવવામાં વિરાટ કોહલી બીજા સ્થાને છે અને તે 5 ચોગ્ગા લગાવવા સાથએ જ પ્રથમ સ્થાન પર પહોંચી શકે છે. જોકે આ માટે કોહલીએ શાનદાર ઇનીંગ રમીને ભારતીય ટીમને વધુમાં વધુ રનનુ યોગદાન આપવુ જરુરી છે. કોહલી તેની મોટી ઇનીંગ રમવાના પ્રયાસ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા લગાવનાર બેટ્સમેન તરીકે નોંધાઇ શકે છે. જોતે 5 ચોગ્ગા લગાવશે તો, તે પ્રથમ સ્થાન પર આયરલેન્ડ ના પોલ સ્ટર્લિંગ (Paul Sterling) સાથે બરાબરી પર પહોંચશે. પરંતુ જો તે 6 ચોગ્ગા લગાવશે તો એ સાથે જ તે આ મામલામાં નંબર 1 ના સ્થાને પહોંચશે.

વિરાટ કોહલી એ આ માટે 91 મેચ રમી છે. જે દરમ્યાન તેણે 290 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે આયરલેન્ડનો પોલ સ્ટર્લિંગ 295 ચોગ્ગા ધરાવે છે. તેણે તે ચોગ્ગા 92 મેચમાં નોંધાવ્યા છે. સ્ટર્લિંગ તેની શાનદાર રમતને લઇને ખૂબ ચર્ચામાં છવાયેલો રહ્યો છે. રોહિત શર્મા આ મામલામાં પાંચમાં સ્થાને છે. તે 252 ચોગ્ગા ધરાવે છે. તેણે આ ચોગ્ગા 112 મેચમાં ફટકાર્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ગુપ્ટીલ અને ફિંચ પણ છે સામેલ

વિરાટ કોહલી બાદ ત્રીજા સ્થાને માર્ટિન ગુપ્ટીલ (Martin Guptill) છે. ન્યુઝીલેન્ડનો આ તોફાની બેટ્સમેન 103 મેચ રમીને 259 ચોગ્ગા નોંધાવી ચુક્યો છે. તે આજે ભારત સામે મેદાને ઉતરી શકે છે. ઇજામાંથી ફિટ જાહેર થયેલા ગુપ્ટીલના રમવા અંગે સસ્પેન્શ હતુ પરંતુ તે પ્લેયીંગ ઇલેવનમાં સામેલ થઇ શકે છે તેવા અહેવાલો છે. આમ તે પોતાનો ચોગ્ગાનો રેકોર્ડ સુધારી શકે છે. આરોન ફિંચ 78 મેચમાં 253 ચોગ્ગા સાથે ચાર નંબર પર છે.

આ પણ વાંચોઃ  IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત

આ પણ વાંચોઃ  IND vs NZ, T20 World Cup 2021: ન્યુઝીલેન્ડ સામે આજે આરપારની લડાઇ, ટીમ ઇન્ડીયાએ ICCમાં કિવી સામેનો ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">