Virat Kohli Birthday : વિરાટ કોહલીના 37માં જન્મદિવસ પર જાણો તેના 37 મોટા રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના દિગ્ગ્જ બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 37મો જન્મદિવસ છે. રન મશીનના નામથી ફેમસ વિરાટ કોહલી છેલ્લા કેટલાક વર્ષો સુધી ક્રિકેટની દુનિયામાં રાજ કર્યું છે. તે મહાન ખેલાડીઓમાંથી એક છે. તેમણે પોતાના ક્રિકેટ કરિયરમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા છે.

રનમીશન વિરાટ કોહલી આજે 5 નવેમ્બરના રોજ તેમનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો છે. વિરાટની બેટિંગ તમામ ફોર્મેટમાં અદ્દભૂત જોવા મળી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી મોટો મેચ વિનર પણ રહ્યો છે. તે ટી20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ પણ લઈ ચૂક્યો છે. પરંતુ વનડેમાં ભારતમાટે ખાસ છે. હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની વનડેમાં 74 રનની ઈનિગ્સ રમી હતી.
વિરાટ કોહલીનું કરિયર
વિરાટ કોહલીએ ભારત માટે 123 ટેસ્ટ 305 વનડે અને 125 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 9,230 રન બનાવ્યા છે. જેમાં 30 સદી સામેલ છે.વનડેમાં તેમણે 14,255 રન બનાવ્યા છે. જેમાં રેકોર્ડ 51 સદી સામેલ છે. ટી20 ઈન્ટરનેશલમાં તેમણે 4,000થી વધારે રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ પોતાના નામ કર્યા છે. તો ચાલો આજે આપણે વિરાટ કોહલીના જન્મદિવસ પર તેના 37 રેકોર્ડ વિશે જાણાીએ.
વિરાટ કોહલીના 37 મોટા રેકોર્ડ
- ટેસ્ટમાં સૌથી વધારે ડબલ સદી : 7 ડબલ સદી
- ટેસ્ટ કેપ્ટનના રુપમાં સૌથી વધારે ડબલ સદી : 7 ડબલ સદી
- ટેસ્ટમાં ભારત માટે સૌથી સફળ કેપ્ટન: 68 મેચમાં 40 જીત
- ઘરેલુ ટેસ્ટમાં સૌથી વધુ જીત ટકાવારી: 77.41%.
- ટેસ્ટ રિટાયરમેન્ટ સમયે કુલ રન: 9,230 રન, 123 મેચમાં સરેરાશ 46.85.
- આંતરરાષ્ટ્રીય રનમાં ત્રીજા ક્રમે: 553 મેચમાં 27,673 રન.
- એક દાયકામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન: 2010-2019 દરમિયાન 20,000+ રન બનાવનાર પ્રથમ ખેલાડી.
- ODIમાં રન ચેજ કરતી વખતે સૌથી વધુ સદી: 28 સદી.
- ODIમાં રન ચેજ કરતી વખતે સરેરાશ: 65.5.
- ODIમાં સૌથી ફાસ્ટ 14,000 રન.
- ICC ODI વર્લ્ડ કપ (સિંગલ એડિશન) માં સૌથી વધુ રન: 2023 માં 765 રન.
- T20I માં 4,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી.
- T20Iમાં ભારત માટે સૌથી વધુ રન: 13,543 રન
- ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન (1,292).
- T20Iમાં સૌથી વધુ ‘મેન ઓફ ધ સિરીઝ’ એવોર્ડ (7 વખત).
- બધા ફોર્મેટમાં નંબર 1 રેન્કિંગ: ફક્ત ભારતીય.
- કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપ જીત: 2008.
- ICC ટ્રોફી જીત: 5
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત માટે સૌથી વધુ રન: 747 રન.
- સૌથી ફાસ્ટ ODI સદી (ભારતીય): ઓસ્ટ્રેલિયા સામે 100*, 52 બોલ.
- સૌથી વધુ ODI સદી: 51 સદી, કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ સદીનો રેકોર્ડ.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી (બીજું સ્થાન): 82 કુલ સદી (ટેસ્ટ – 30, ODI – 51, T20I – 1).
- IP માં સૌથી વધુ રન: 8,000 થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી.
- IPLમાં સૌથી વધુ 50+ સ્કોર: 71 (ડેવિડ વોર્નરે 2025માં તોડ્યો).
- IPLમાં સૌથી વધુ ચોગ્ગા: 771, શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો.
- IPLમાં સૌથી વધુ બાઉન્ડ્રી: 1,000+
- એક IPL સિઝનમાં સૌથી વધુ રન: 973 રન
- સળંગ ત્રણ IPL સિઝનમાં 600+ રન: 2023 થી 2025, ક્રિસ ગેલ અને કેએલ રાહુલ પછી ત્રીજા ક્રમે.
- એક જ IPL સિઝનમાં જીત અપાવવામાં સૌથી વધુ 50+ સ્કોર: 8 વખત.
- એક જ ટીમ માટે સૌથી વધુ IPL મેચ: 267 મેચ, RCB સાથે.
- IPLમાં એક જ ટીમ માટે બધી સીઝન રમવી: RCB સાથે 18 સીઝન
- બધા ફોર્મેટમાં 26,000+ રન.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300+ કેચ.
- ICC એવોર્ડ્સ ત્રણ વખત ICC ક્રિકેટર ઓફ ધ યર (2017, 2018, 2023).
- 2010 થી 2020 સુધી ICC મેન્સ પ્લેયર ઓફ ધ ડિકેડ.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 69 મેન ઓફ ધ મેચ એવોર્ડ.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ (21).
