AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: અર્શદીપ સિંહ અને હરપ્રીત બરાર સાથે મળીને ‘ગબ્બર’ શિખર ધવને કર્યા ભાંગડા, જુઓ Video

આઇપીએલ 2023માં હાલ અડધી સીઝન પૂર્ણ થઈ ગઈ છે. 37 ગ્રુપ સ્ટેજની મેચ રમાઈ ગઈ છે. આજે 38મી મેચમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાવાની છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન અને ટીમના બીજા બે સભ્યો સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

IPL 2023: અર્શદીપ સિંહ અને હરપ્રીત બરાર સાથે મળીને 'ગબ્બર' શિખર ધવને કર્યા ભાંગડા, જુઓ Video
Shikhar Dhawan bhangra performance video has gone viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 1:49 PM
Share

શિખર ધવનના નેતૃત્વવાળી પંજાબ કિંગ્સની ટીમ શુક્રવાર 28 એપ્રિલે આઇપીએલ 2023માં 38મી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ સામે રમશે. છેલ્લી ત્રણ મેચથી શિખર ધવનની જગ્યાએ સેમ કરન ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. જોકે સેમ કરનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ટીમે બે મેચમાં જીત મેળવી છે.

લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચમાં પંજાબ કિંગ્સની ટીમનો ભાગ શિખર ધવન હશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયુ નથી અને ના તો ટીમે આ વિશે કોઈ માહિતી આપી છે. આ બધાની વચ્ચે તેનો એક વીડિયો ચર્ચામાં છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભાંગડા કરતા નજરે પડી રહ્યો છે.

આ પણ વાંચો: CSK ના સ્ટાર ઓલરાઉન્ડરે કરી દીધો કમાલ, T20માં પૂરી કરી ત્રિપલ સેંચુરી, IPL માં મચાવ્યો ધમાલ

શિખર આઈપીએલ 2023માં શાનદાર ફોર્મમાં

જણાવી દઈએ કે આઈપીએલ 2023માં જે આઇપીએલની 16મી સીઝન છે તેમાં પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવનનો બેટ દ્વારા પ્રદર્શન શાદાર રહ્યું છે. અત્યાર સુધી શિખર ધવન દ્વારા રમાયેલ 4 મેચમાંથી 116.50 એવરેજથી 233 રન બનાવ્યા છે, જેમાં તેની સ્ટ્રાઇક રેટ 146.54 ની રહી છે. તે વાત નિશ્ચિત છે કે શિખર ધવનની ગેરહાજરી થી ટીમનું સંતુલન સારૂ રહ્યું નથી અને પંજાબની ટીમના અને ક્રિકેટ ફેન્સ ઇચ્છે કે શિખર ધવન ટીમમાં ત્વરીત વાપસી કરે અને તોફાની અંદાજમાં ટીમને સારી શરૂઆત અપાવે.

ટીમમાંથી બહાર હોવા છતા શિખર ધવન ફેન્સનું મનોરંજન કરવાનું ભૂલ્યો નથી. શુક્રવારે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીમના સાથી ખેલાડી અર્શિદીપ સિંહ અને હરપ્રીત બરાર સાથે મળીને એક પંજાબી ગીત પર ભાંગડા કરતો દેખાઇ રહ્યો છે. આ ડાન્સમાં શિખર ધવને અન્ય બે સાથી ખેલાડીની જેમ પોતાના માથા પર પગડી બાંધેલી છે અને વીડિયો તે ખૂબ એન્જોય કરતો દેખાઇ રહ્યો છે. ત્રણે ખેલાડી પંજાબી ગીત પર પોતાના ડાન્સ મૂવ્સ દેખાડી રહ્યા છે.

તમે પણ જુઓ વીડિયો:

વીડિયો પર હરભજન સિંહે આપી પ્રતિક્રિયા

ટીમ ઈન્ડિયાના ગબ્બરના આ વીડિયોમાં પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કમેન્ટ કરી હતી કે,’ મજા આવી ગઇ, મારા સિંહ ભાઇઓ.’ પંજાબની ટીમ આઇપીએલ 2023 માં 8 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">