AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni, IPL 2023: ધોનીએ રાજસ્થાન સામે હાર બાદ અણનમ 183 રનની ઈનીંગ યાદ કરી કહ્યુ-જયપુર દિલની ખૂબ નજીક છે

MS Dhoni, IPL 2023: જયપુરમાં ધોની સેનાની 32 રનથી હાર થઈ હતી. ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. મેચ બાદ ધોનીએ જયપુરને લઈ ખાસ વાત કહી હતી.

MS Dhoni, IPL 2023: ધોનીએ રાજસ્થાન સામે હાર બાદ અણનમ 183 રનની ઈનીંગ યાદ કરી કહ્યુ-જયપુર દિલની ખૂબ નજીક છે
MS Dhoni એ કહ્યુ-જયપુર દિલની નજીક છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 11:00 AM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુરુવારે ટક્કર થઈ હતી. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સે 32 રનથી રાજસ્થાન સામે હાર મેળવી હતી. સંજૂ સેમસનની ટીમ શાનદાર દેખાવ કર્યો હતો. મેચ બાદ એમએસ ધોની એ પણ જયપુરના આ સ્ટેડિયમને લઈ ખાસ વાત કરી હતી. ધોનીએ પોતાના કરિયરની શરુઆતને યાદ કરતા કહ્યુ હતુ કે, જયપુર પોતાના દિલની નજીક છે. ધોનીએ પોતાની 183 રનની ઈનીંગને યાદ કરી હતી. આ ઈનીંગ બાદ તેને ભારતીય ટીમમાં વર્ષ ભર રમવાની ટિકિટ મળી હોવાનુ કહેવાય છે. આ સાથે જ ધોનીનુ ક્રિકેટર કરિયર દોડવા લાગ્યુ હતુ અને તે દુનિયાભરના ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરવા લાગ્યો હતો.

પિંક સિટી જયપુરના SMS સ્ટેડિયમમાં માહોલ ધોની માટે જબરદસ્ત હતો. મેદાનમાં યલો જર્સી વાળા ચાહકોની સંખ્યા ખૂબ મોટી હતી. સ્ટેડિમમાં ખૂબ શોર મચી રહ્યો હતો અને આ બધુ જ જોઈને ધોનીને પોતાની ક્રિકેટ કરિયરને શરુઆત યાદ આવી હતી. ધોનીએ શ્રીલંકા સામે 183 રનની શાનદાર ઈનીંગ રમી હતી. જેમાં તેણે 10 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા.

યાદ કરી 183 રનની ઈનીંગ

પોતાના કરિયરની શરુઆતના દિવસોને યાદ કરતા કહ્યુ હતુ કે, જયપુર પોતાના માટે ખાસ છે. ધોનીએ બતાવ્યુ હતુ કે, વિશાખાપટ્ટનમમાં તેણે પોતાની પ્રથમ વનડે સદી નોંધાવતા તેને 10 મેચ વધારે રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ જયપુરમાં તેણે 183 રનની અણનમ ઈનીંગ રમતા વર્ષભર રમવાનુ પોતાનુ સ્થાન નિશ્ચિત બન્યુ હતુ. આમ જયપુરની તેની અણનમ ઈનીંગે તેના કરિયરની શરુઆતને વધારે મજબૂત બનાવી હતી. આ ઈનીંગ 31 ઓક્ટોબર 2005માં ધોનીએ રમી હતી.

આ પણ વાંચોઃ IPL 2023 Points Table: ધોનીની ટીમ ચેન્નાઈ- ગુજરાતથી નીચે સરકી, રાજસ્થાન ફરી નંબર-1

આ ઈનીંગ વડે ભારતનો શ્રીલંકા સામે 6 વિકેટથી શાનદાર વિજય થયો હતો. જયપુરની તેની આ ઈનીંગ વનડે કરિયરની તેની આ બીજી સદી હતી. ધોનીની આ સદીને લઈ વિશ્વભરમાં ચર્ચાનુ સ્થાન બન્યો હતો. તેના શોટ્સ પર વાતો થવા લાગી હતી. ધોનીની વિકેટકીપીંગ અને બેટિંગ ખૂબ પ્રભાવિત કરનારી હતી અને દુનિયાભરમાં ચર્ચાનુ કારણ હતુ. ધોની જયપુરની ઈનીંગ બાદ ક્રિકેટનો નવો સ્ટાર ઉભરી આવ્યો હતો. ધોનીએ રાજસ્થાન સામેની મેચ બાદ કહ્યુ હતુ કે, જયપુર તેના દિલની ખૂબ નજીક છે.

આ પણ વાંચોઃ Varun Chakravarthy, IPL 2023: RCB ને ઘર આંગણે મુશ્કેલીમાં ઉભી કરાનાર વરુણ ચક્રવર્તીને ઘરે મોકલવાની ચર્ચા? જાણો કેમ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">