Viral Video: ધોનીની પ્રેક્ટિસ જોવા સ્ટેડિયમમાં ઉમટયા હજારો ફેન્સ, જાડેજાએ બતાવી પુષ્પા સ્ટાઈલ

TV9 GUJARATI

|

Updated on: Mar 27, 2023 | 11:06 PM

ઓપનિંગ મેચમાં જ અનુભવી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સામનો યુવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે થશે. હાલમાં ચેન્નાઈની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સિઝનની તૈયારી કરી રહી છે. આ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન પણ કેપ્ટનના એક સિક્સરથી સ્ટેડિયમ 'ધોની ધોની'ના નારાથી ગૂંજ્યુ હતું. 

Viral Video: ધોનીની પ્રેક્ટિસ જોવા સ્ટેડિયમમાં ઉમટયા હજારો ફેન્સ, જાડેજાએ બતાવી પુષ્પા સ્ટાઈલ
Viral Video

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ સામે થશે. ઓપનિંગ મેચમાં જ અનુભવી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સામનો યુવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે થશે. હાલમાં ચેન્નાઈની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સિઝનની તૈયારી કરી રહી છે. આ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન પણ કેપ્ટનના એક સિક્સરથી સ્ટેડિયમ ‘ધોની ધોની’ના નારાથી ગૂંજ્યુ હતું.

ચેન્નાઈના ખેલાડીઓએ આ સિઝનમાં પ્રથમ વખત ચાહકોની સામે પ્રેક્ટિસ કરી હતી. તેને જોવા માટે હજારો ચાહકો સ્ટેડિયમમાં હતા. ફેન્સ તેમના કેપ્ટનને જોઈને ખુશ થઈ ગયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. ધોની બેટ લઈને મેદાન પર પહોંચ્યો હતો. તેણે લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી. ફેન્સને જોઈ જાડેજા પુષ્પા સ્ટાઈલ બતાવતો જોવા મળ્યો હતો.

આ રહ્યા એ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર ધોની અને જાડેજાના આ વીડિયો સહિત અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. ચેન્નાઈની ટીમના કેપ્ટન ધોની માટે ચેન્નાઈ સહિત આખા દેશમાં કરોડો ફેન્સને આજે પણ પ્રેમ છે. આ વીડિયો એ ફેન્સના અદ્દભુત પ્રેમની સાબિતી આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે. મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના  243 ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati