Viral Video: હિટમેનના ફેને જાહેરમાં માંગી Kiss, રોહિત શર્માએ આપ્યું આવું રિએક્શન
Rohit Sharma: વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા પોતાની ટીમ સાથે આગામી મેચ માટે એરપોર્ટથી નીકળી રહ્યો છે. તેવામાં લોકોની ભીડ વચ્ચેથી એક ફેન તેની નજીક આવે છે અને અજીબ હરકત કરવા લાગે છે. તે રોહિત શર્મા પાસે કિસ માંગતો જોવા મળે છે. આ દ્રશ્યો જોઈ રોહિત શર્મા પણ દંગ રહી જાય છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની હતી. ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર થતા રોહિત શર્માની ટીમ ખુશીથી ઝૂમી ઉઠી હતી. બેંગ્લોરથી 2 પોઈન્ટ વધારે હોવાને કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો 24 મેના રોજ એલિમિનેટર મેચમાં થશે. આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્મા દુનિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે. તેની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 વાર ચેમ્પિયન બની છે. તેણે હાલમાં આઈપીએલમાં મુંબઈ માટે 5000 રન અને ટી-20માં 11,000 રન પૂરા કર્યા હતા. રોહિત શર્માના જન્મદિવસે તેની જોરદાર ફેન ફોલોઈંગ જોવા મળી હતી. હાલમાં તેના એક ફેન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા પોતાની ટીમ સાથે આગામી મેચ માટે એરપોર્ટથી નીકળી રહ્યો છે. તેવામાં લોકોની ભીડ વચ્ચેથી એક ફેન તેની નજીક આવે છે અને અજીબ હરકત કરવા લાગે છે. તે રોહિત શર્મા પાસે કિસ માંગતો જોવા મળે છે. આ દ્રશ્યો જોઈ રોહિત શર્મા પણ દંગ રહી જાય છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
When a fan asked for a kiss from Rohit Sharma🤣🤣 epic😂😂❤️😻🔥🔥 pic.twitter.com/M1UbjfKdMH
— ʀᴀᴊɴᴀɴᴅᴀɴɪ ꜱɪɴɢʜ⁴⁵🇮🇳 ( Rohika) (@Singh_Ro45) May 19, 2023
પ્લેઓફનું સંપૂર્ણ શેડયૂલ
A round of applause for the four teams who have made it to the #TATAIPL 2023 Playoffs pic.twitter.com/Lc5l19t4eE
— IndianPremierLeague (@IPL) May 21, 2023
- 23 મે – કવોલિફાયર 1 – ગુજરાત ટાઈટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ
- 24 મે- એલિમિનેટર – લખનઉ સુપર જાયન્ટ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ
- 26 મે – કવોલિફાયર 2 – કવોલિફાયર 1 માં હારનારી ટીમ vs એલિનિનેટરમાં જીતનાર ટીમ
- 28 મે – ફાઈનલ – કવોલિફાયર 1ની વિજેતા ટીમ vs કવોલિફાયર 2ની વિજેતા ટીમ
23 મેથી 28 મે વચ્ચે 4 ટીમો વચ્ચે પ્લેઓફની મેચો રમાશે. 23 મેની કવોલિફાયર અને 24 મેની એલિમિનેટર મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. જ્યારે 26 મેની કવોલિફાયર અને 28 મેની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો