Video : મેચ દરમિયાન ભારતીય કેપ્ટનને આવ્યો ગુસ્સો, સ્ટંપ પર જોરથી મારી દીધી બેટ
INDW vs BANW 3rd ODI: ભારતીય મહિલા ટીમ હાલમાં વનડે સિરીઝ માટે બાંગ્લાદેશની ધરતી પર પહોંચી હતી. ત્રીજી વનડે મેચ ટાઈ થતા, 3 મેચની વનડે સિરીઝથી 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ત્રીજી મેચ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ભારે ચર્ચામાં રહી હતી.
Dhaka : ગુસ્સો, બોલાચાલી અને મારામારી ફક્ત પુરુષોની રમતમાં નથી હોતી. હવે તો મહિલાઓની રમતમાં પણ ખેલાડીઓનો ગુસ્સો જોવા મળે છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વનડેમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ અને ભારતની મહિલા ટીમની અંતિમ વનડે મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું રોદ્ર રુપ જોવા મળ્યુ હતુ. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.
34મી ઓવરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે સ્વીપ શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પણ બોલ તેના પેડ પર વાગતા એલબીડબ્લ્યૂ આઉટની અપીલ કરવામાં આવી હતી. બોલર નાહિદા અખ્તરની અપીલ પર અમ્પાયરે ભારતીય કેપ્ટનને આઉટ જાહેર કરી હતી. અમ્પાયરના આ નિર્ણયથી હરમનપ્રીત કૌર નાખુશ થઈ હતી. તેણે પોતાનો ગુસ્સો સ્ટંમ્પ પર કાઢયો હતો. તેણે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની જેમ સ્ટંમ્પમાં બેટ મારી દીધુ હતુ. ભારતીય કેપ્ટનના આ વર્તનની ઘણી ચર્ચા થઈ હતી.
Shakib-Al-Hasan of Women’s Cricket. Good player, but cannot win trophies, equal aggression against Bangladesh umpires.#CricketTwitterpic.twitter.com/yEt8M2O9rl
— Himanshu Pareek (@Sports_Himanshu) July 22, 2023
આ પણ વાંચો : IND vs WI Test 3rd Day: વરસાદ અને નિર્જીવ પીચ બની આફત, ભારતીય બોલરોએ વિકેટ મેળવવા કરવો પડ્યો સંઘર્ષ, જુઓ Video
ત્રીજી વનડે મેચમાં શું થયુ ?
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 9 વિકેટે 223 રન બનાવ્યા હતા.ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી, જ્યારે બાંગ્લાદેશને 1 વિકેટની જરૂર હતી. ઓવરની શરૂઆતમાં ભારતના ખાતામાં 2 રન ઉમેરાયા અને સ્કોર બરાબર થઈ ગયો. આ પછી ભારતને મેચ અને શ્રેણી જીતવા માટે એક રનની જરૂર હતી, પરંતુ મેઘના સિંહ ત્રીજા બોલ પર આઉટ થઈ ગઈ અને આ સાથે મેચ પણ ટાઈ થઈ ગઈ.
સુપર ઓવર કેમ ના થઈ ?
Both Captains pose with the trophy after an eventful and hard-fought three-match ODI series 👏🏻👏🏻#TeamIndia | #WIvIND pic.twitter.com/wSTV1s9qOP
— BCCI Women (@BCCIWomen) July 22, 2023
સુપર ઓવર ન થવા પાછળનું કારણ ઘણું વિચિત્ર છે. મેચ કોમેન્ટેટર્સ અનુસાર, મેચનો સમય પૂરો થઈ ગયો હતો, તેથી જ સુપર ઓવર રમાઈ ન હતી. આ મેચ પણ મોડી સમાપ્ત થઈ હતી. બીજા દાવમાં વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. વરસાદના કારણે સમય વેડફાયો હતો અને બંને ટીમોએ લગભગ પૂરી 50 ઓવર રમી હતી. બાંગ્લાદેશે સંપૂર્ણ 50 ઓવર રમી હતી જ્યારે ભારતે 49.3 ઓવર રમી હતી.