AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: ઉંમર- 15 વર્ષ, નેટવર્થ- 7 કરોડ…. જાણો વૈભવ સૂર્યવંશીને કેટલો ચુકવવો પડશે ટેક્સ?

ધુંઆધાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉમરે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. તેની નેટવર્થ 7 કરોડ જેટલી છે. ત્યારે સવાલ એ છે કે શું સગીર હોવાના કારણે તેને ઈનકમટેક્સમાંથી છૂટ મળશે. જો ના તો કેટલો ચુકવવો પડશે ટેક્સ

Vaibhav Suryavanshi: ઉંમર- 15 વર્ષ, નેટવર્થ- 7 કરોડ.... જાણો વૈભવ સૂર્યવંશીને કેટલો ચુકવવો પડશે ટેક્સ?
| Updated on: Jun 06, 2026 | 1:43 PM
Share

ક્રિકેટ જગતમાં વૈભવ સૂર્યવંશી એક એવુ નામ છે જેણે ઓછા ટાઈમમાં બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પોતાની મહેનત અને લગનને કારણે વૈભવ સૂર્યવંશીએ આ IPLમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ત્યારબાદ તેના પર ઈનામોની વણઝાર વરસી છે. સાથે જ તેને અનેક વિજ્ઞાપન પણ મળ્યા છે.

વૈભવે IPL અને એન્ડોર્સમેન્ટથી લગભગ 7 કરોડ રૂપિયાની અનુમાનિત નેટવર્થ બનાવી લીધી છે. જો કે ઈનકમટક્સ ભરવાનો સમય આવી ગયો છે ત્યારે સવાલ એ છે કે શું ભારતમાં કોઈ સગીર (અંડર-18) ની કમાણી પર કોઈ ઈનકમટેક્સ લાગે છે? જો હા તો તેના નિયમ શું છે? જો વૈભવ સૂર્યવંશીએ ઈનકમટેક્સ ફાઈલ કરવો પડ્યો તો તેને ટેક્સ તરીકે કેટલી રકમ ભરવી પડશે.

ભારતમાં સગીર વ્યક્તિના ટેક્સ નિયમ?

ભારતીય ઈનકમ ટેક્સ કાયદા અનુસાર સગીરની કમાણી પર ટેક્સ લગાવવાનો નિયમ સામાન્ય વયસ્ક વ્યક્તિની તુલનાએ ઘણો અલગ છે. આવકવેરા અધિનિયમ ની કલમ 64 (1A) અનુસાર કોઈ સગીર ની કમાણીને તેની ખુદની કમાણી નથી ગણવામાં આવતી.

સગીરની પેસિવ ઈનકમ (બેંક એકાઉન્ટનું વ્યાજ. ફિક્સ્ડ ડિપોઝીટ કે માતાપિતા દ્વારા તેના પર કરાયેલા રોકાણથી થનારી કમાણી) ને માતાપિતામાંથી એ વ્યક્તિની કમાણી સાથે ક્લબ કરી દેવામાં આવી છે. જેની વાર્ષિક આવક વધુ હોય છે.

આવી સ્થિતિમાં પેરેન્ટ જ તેની ટેક્સ સ્લેબ અનુસાર એ કમાણી પર ટેક્સ ચુકવે છે ઈનકમ ટેક્સની કલમ 10(32) અંતર્ગત, પેરેન્ટને પ્રતિ સગીર બાળકની ક્લબ કરાયેલી કમાણી પર વાર્ષિક 1500 રૂપિયાની ટેક્સ છૂટ મળે છે.

શું વૈભવ સૂર્યવંશી પર પણ લાગુ થશે નિયમ?

મિન્ટ અનુસાર કાયદામાં એક બહુ મોટો અને મહત્વપૂર્ણ અપવાદ છે. જો કોઈ સગીર તેની ખુદની પ્રતિભા, હુનર, વિશેષ જ્ઞાન, અનુભવ કે શારીરિક શ્રમથી પૈસા કમાય છે તો તેની ઈનકમ માતાપિતાની ઈનકમ સાથે જોડવામાં નથી આવતી. વૈભવ સૂર્યવંશી પર આ નિયમ લાગુ નથી થતો.

જો કે વૈભવ સૂર્યવંશીની કમાણી IPL કોન્ટ્રાક્ટ, મેચ ફીસ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રાઈઝ દ્વારા આવે છે જે તેની ક્રિકેટીંગ સ્કિલ અને મહેનતનું ફળ છે. એવામાં આ પુરી કમાણી સીધી તેના નામ પર ટેક્સ ભરવાપાત્ર થશે. વૈભવ સહિત તેના જેવા એવા સગીરો(Minor) જેઓ પોતાના હુનરથી કરડો રૂપિયા કમાય છે. તેમને ટેક્સપેયર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને એક સામાન્ય નાગરિકની જેમ જ ટેક્સ સ્લેબના રેટ્સ અનુસાર ટેક્સ ભરવાનો હોય છે. વૈભવ સૂર્યવંશીને પણ સામાન્ય નાગરિકની જેમ ઈનકમટેક્સ ભરવો પડશે.

વૈભવને કેટલો ચુકવવો પડશે ટેક્સ?

સ્પોર્ટ્સ કે કોમર્શિયલ એક્ટિવિટીઝ થી થનારી કમાણી સામાન્ય રીતે બિઝનેસ કે પ્રોફેશનના લાભ અને ગેન્સ (PGBP) અનુસાર બતાવવામાં આવે છે. તેના માટે સામાન્ય રીતે ITR-3 કે ITR-4 ફોર્મનો ઉપયોગ કરવાનો હોય છે. વૈભવને ઈનકમટેક્સ કાયદામાં નિર્ધારીત સ્લેબ અનુસાર ટેક્સ ભરવો પડશે. આ પ્રકારે તેની ઈનકમનો 30% ટેક્સ તેને ભરવો પડે.

જો કે સગીર વ્યક્તિ કાયદાકીય રીતે કોન્ટ્રેક્ટ સાઈન કરવા માટે કે ખુદ રિટર્ન ભરવા માટે અધિકૃત નથી હોતા. આના માટે તેના માતાપિતા કે તેમના વડીલ કે પ્રતિનિધિ નિર્ધારિત Representative Assesses)ના રૂપે તેમના નામ પર રિટર્ન ભરવો પડે છે.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">