AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિસ ગેલ અને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ખતરામાં, ઝિમ્બાબ્વે શ્રેણીમાં વૈભવ સૂર્યવંશી સર્જી શકે છે નવો ઇતિહાસ

ભારતીય ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં એક મહાન વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સિક્સર પૂરી કરવા માટે તેમને માત્ર 11 છગ્ગાની જરૂર છે. જો તેઓ આ કારનામું કરશે તો ક્રિસ ગેલ અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દેશે.

ક્રિસ ગેલ અને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ખતરામાં, ઝિમ્બાબ્વે શ્રેણીમાં વૈભવ સૂર્યવંશી સર્જી શકે છે નવો ઇતિહાસ
Image Credit source: TV9 Network
| Updated on: Jul 21, 2026 | 6:17 PM
Share

ભારતીય ફેન્સ માટે વધુ એક રોમાંચક T20 શ્રેણી આવી રહી છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ શ્રેણીમાં પ્રથમ વખત વૈભવ સૂર્યવંશી મુખ્ય ઓપનર તરીકે ટીમમાં સામેલ થયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, પરંતુ હવે ઝિમ્બાબ્વે શ્રેણીમાં તેમની પાસે સ્થાન મજબૂત કરવાની અને મોટો ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે.

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 સિક્સરનો રેકોર્ડ

ઝિમ્બાબ્વે પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના નિશાના પર T20 ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. જો તેઓ ત્રણ મેચની શ્રેણીમાં 11 છગ્ગા લગાવી દેશે, તો T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 સિક્સર પૂરી કરનારા વિશ્વના નંબર 1 બેટ્સમેન બની જશે. વૈભવના નામે અત્યાર સુધી 37 ઇનિંગ્સમાં 139 સિક્સર નોંધાયેલી છે.

અત્યાર સુધી આ મામલે યુએઈના મોહમ્મદ વસીમ નંબર 1 પર છે, જેમણે 66 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ યાદીમાં વેસ્ટઇન્ડીઝના એવિન લુઇસ બીજા અને ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. જો વૈભવ આ રેકોર્ડ બનાવશે તો તેઓ આ ત્રણેય દિગ્ગજોને પાછળ છોડી દેશે.

T20માં સૌથી ઝડપી 150 સિક્સર લગાવનારા ખેલાડીઓ

  • મોહમ્મદ વસીમ (UAE): 66 ઇનિંગ્સ
  • એવિન લુઇસ (WI): 70 ઇનિંગ્સ
  • ક્રિસ ગેલ (WI): 72 ઇનિંગ્સ

સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી શકે છે વૈભવ, વૈભવે 37 ઇનિંગ્સમાં 139 સિક્સર ફટકારી છે. 11 છગ્ગા લગાવતાં જ તેઓ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નંબર 1 બની જશે. ભારત માટે આ રેકોર્ડ 86 ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે બનાવ્યો હતો, એટલે કે વૈભવ સૂર્યાનો રેકોર્ડ પણ તોડી શકે છે.

ઇંગ્લેન્ડ સામે કેવું રહ્યું હતું પ્રદર્શન?

ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ ત્રણ ઇનિંગ્સમાં 42 રન બનાવ્યા હતા. તેમણે 27 બોલનો સામનો કરીને 5 સિક્સર અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. મેચ પ્રમાણે તેમણે 12 બોલમાં 14 રન, 5 બોલમાં 13 રન અને 10 બોલમાં 15 રન બનાવ્યા હતા.

ભારત અને ઝિમ્બાબ્વે T20 સિરીઝનું શેડ્યૂલ

  • પ્રથમ T20: 23 જુલાઈ, હરારે (ઝિમ્બાબ્વે) (સાંજે 4.30 વાગ્યે)
  • બીજી T20: 25 જુલાઈ, હરારે (ઝિમ્બાબ્વે) (સાંજે 4.30 વાગ્યે)
  • ત્રીજી T20: 26 જુલાઈ, હરારે (ઝિમ્બાબ્વે) (સાંજે 4.30 વાગ્યે)

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

Ind vs Eng : બેન ડકેટે ભારત સામે 141 રન ફટકારીને તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ, રોહિત શર્મા પણ ટોપ 5 ની યાદીમાં સામેલ

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
g clip-path="url(#clip0_868_265)">