AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umran Malik ને ટીમ ઈન્ડિયા સુધી પહોંચાડવા પાછળ ગુજરાત કનેક્શન! આ દિગ્ગજની તસ્વીરો થઈ રહી છે વાયરલ

દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે રમાનારી 5 મેચોની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ની 18 સભ્યોના સ્કવોડમાં ઉમરાન મલિક (Umran Malik) ને સામેલ કરવામાં આવ્યો છે. તેણે IPL 2022 માં પોતાની ગતિ વડે સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ.

Umran Malik ને ટીમ ઈન્ડિયા સુધી પહોંચાડવા પાછળ ગુજરાત કનેક્શન! આ દિગ્ગજની તસ્વીરો થઈ રહી છે વાયરલ
Umran Malik ને ટીમ ઈન્ડિયાની 18 સભ્યોની સ્ક્વોડમાં સમાવેશ કરાયો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 11:14 AM
Share

IPL 2022 માં એક ખેલાડીએ પોતાની ઝડપ વડે ધમાલ મચાવી રાખી હતી. જેને લઈને તે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોનુ ધ્યાન પણ પોતાની તરફ આકર્ષીત કરવામાં સફળ રહ્યો છે. આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદનો ઉમરાન મલિક (Umran Malik) છે. તેને જમ્મુ એક્સપ્રેસ અને કાશ્મીર એક્સપ્રેસ તરીકે પણ આઇપીએલમાં ઓળખવામા આવી રહ્યો છે. આ ખેલાડી સતત 150ની ઝડપે બોલની ડિલિવરી કરી રહ્યો હતો. ત હવે ટીમ ઈન્ડિયા માટે પસંદ થઈ ચુક્યો છે. તેની ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) સુધી પહોંચેલી સફર પાછળ ગુજરાત સાથે કનેક્શન છે. આ બાબત હવે ચર્ચાનુ કારણ બની રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેની પસંદગીને લઈ ખુશીઓ વ્યક્ત કરવાની તસ્વીરો વાયરલ થવા લાગતા આ કનેકશન ચર્ચામાં રહ્યુ છે. આ કનેકશન કોચીંગના મામલાનુ છે. પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan) લાંબા સમયથી તેને મદદ કરી રહ્યો હતો.

ઉમરાન મલિકે આઇપીએલમાં કેટલીક મેચોમાં ધમાલ મચાવી દીધી હતી. તે પોતાની ગતિ વડે બેટ્સમેનોને જે રીતે સ્ટંપ ઉખાડી ફેંકી દેતો હતો એ જોઈને જ લોકો મોંમાં આંગળીઓ રાખી દેતા હતા. તેની ગતિ પણ પ્રતિ કલાકે 150 કે તેથી વધુની તે જાળવી શકતો હતો. તેણે સિઝનમાં સૌથી ઝડપી બોલ ડિલિવરી કરવાને લઈને પણ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. હવે તેને દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે રમાનારી 5 મેચોની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની 18 સભ્યોના સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયામાં પોતાના સામેલ થવાને લઈને ઉમરાન પણ ખૂબ જ ખુશ છે. તેણે પોતાની પસંદગીને લઈને ખુશી પણ ખુબ મનાની છે. તેણે જશ્ન મનાવ્યો હતો. અને તેના આ જશ્નમાં તેને તાલિમ આપનારા ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ સામેલ હતો. આ તસ્વિરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોને ખુદ ઇરફાને પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી છે.

ઈરફાન પઠાણ જમ્મુ કાશ્મીરના ખેલાડીઓને તાલિમ આપે છે

વડોદરાનો આ સ્ટાર ક્રિકેટર ટીમ ઈન્ડિયામાં મહત્વના ઓલરાઉન્ડર તરીકે હતો. તે ટીમ ઈન્ડિયા થી દૂર થયા બાદ કોમેન્ટેટરી અને કોચીંગ આપી રહ્યો છે. હાલમાં તે જમ્મુ અને કાશ્મીરના ક્રિકેટરોને તાલિમ આપી રહ્યો છે. ઇરફાન પઠાણે આ દરમિયાન ઉમરાન મલિકને પણ તાલીમ આપી છે. આ ઉપરાંત અબ્દુલ સમદને પણ પ્રોત્સાહન આપ્યુ છે. ઇરફાન પણ એ વાત થી ખુશ છે, કે જે લક્ષ્ય સાથે તાલીમ આપી રહ્યો હતો એ પ્રમાણે ખેલાડી ટીમ ઈન્ડિયામાં સામેલ થયો છે.

g clip-path="url(#clip0_868_265)">