AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા 2 અલગ-અલગ ટીમોની પસંદગી કરવામાં આવશે, જાણો કોને મળશે સ્થાન

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ઈન્ડિયા-A ના ખેલાડીઓ ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે મેચની શ્રેણી રમશે. આ શ્રેણી માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. જાણો કયા ખેલાડીઓને તેમાં સ્થાન મળશે?

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા 2 અલગ-અલગ ટીમોની પસંદગી કરવામાં આવશે, જાણો કોને મળશે સ્થાન
IPL 2025Image Credit source: PTI
| Updated on: May 14, 2025 | 10:24 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમે IPL 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે જ્યાં ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી પહેલા, ઈન્ડિયા A ટીમ ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે મેચની શ્રેણી રમશે. બે બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી ટૂંક સમયમાં થઈ શકે છે. એવા અહેવાલો છે કે અજિત અગરકરે 14 સભ્યોની ઈન્ડિયા A ટીમની પસંદગી કરી છે. મોટા સમાચાર એ છે કે બે મેચ માટે બે અલગ અલગ ટીમો પસંદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ 30 મેથી પોતાની પહેલી મેચ રમશે.

જયસ્વાલ-ઈશાન કિશન ઈંગ્લેન્ડ જશે

રાજસ્થાન રોયલ્સનું IPL 2025માં ખરાબ પ્રદર્શન રહ્યું છે અને RR પ્લેઓફની રેસમાંથી બહાર પણ થઈ ગયું છે, તેથી તેના ઓપનર યશસ્વી જયસ્વાલને પ્રથમ મેચ માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. તેના ઉપરાંત, ઈશાન કિશન પણ ઈન્ડિયા A સાથે ઈંગ્લેન્ડ જશે. ધ્રુવ જુરેલ અને ઈશાન કિશન બંને પણ આ ટીમમાં હશે.

ઠાકુર-ઈશ્વરન-રેડ્ડીની પસંદગી નિશ્ચિત

શાર્દુલ ઠાકુરની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે અને તેથી જ તેને ઈન્ડિયા A સાથે ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરન અને નીતિશ રેડ્ડીની પણ ઈન્ડિયા A માટે પસંદગી નિશ્ચિત છે. મોટા સમાચાર એ છે કે હરિયાણાનો ફાસ્ટ બોલર અંશુલ કંબોજ પણ ઈંગ્લેન્ડ જઈ શકે છે. આ ઉપરાંત કરુણ નાયર પણ ઈંગ્લેન્ડ જશે.

શુભમન બીજી મેચ માટે ટીમમાં જોડાશે

આશ્ચર્યજનક વાત એ છે કે સરફરાઝ ખાન ઈન્ડિયા A સાથે ઈંગ્લેન્ડ નહીં જાય, પરંતુ તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરી શકાય છે. શુભમન ગિલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર પણ ઈન્ડિયા A ની બીજી મેચ માટે ટીમમાં જોડાશે.

ઈન્ડિયા A ની સંભવિત ટીમ

યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, અભિમન્યુ ઈશ્વરન, ધ્રુવ જુરેલ, શાર્દુલ ઠાકુર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, માનવ સુથાર.

આ પણ વાંચો: IPL 2025માંથી વધુ 3 ખેલાડીઓ બહાર, RCB-મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા સારા સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">