IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે

જે 26 ખેલાડીઓ IPL 2022થી દૂર રહેશે. તે લીગના પહેલા સપ્તાહમાં તે રમતા જોવા મળશે નહીં. એટલે કે બીજા સપ્તાહથી તે લીગમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે ફક્ત પ્રથમ અઠવાડિયા માટે ફ્રેન્ચાઈઝી તે 26 ખેલાડીઓની સેવાઓ મેળવી શકશે નહીં.

IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે
IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 4:48 PM

IPL 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ-જેમ લીગ નજીક આવી રહી છે તેમ-તેમ ક્રિકેટ ચાહકોમાં તેના વિશેનો ક્રેઝ વધી રહ્યો છે. આ વખતે રોમાંચ વધુ છે કારણ કે 2 નવી ટીમો વધી છે. આ સિવાય ઘણા ખેલાડીઓની જર્સીનો રંગ પણ બદલાઈ ગયો હશે. પરંતુ આ બધાની વચ્ચે મોટા સમાચાર એ છે કે જ્યારે આ લીગ શરૂ થશે ત્યારે 26 ખેલાડીઓ તેનાથી દૂર થઈ જશે. આ ખેલાડીઓ અન્ય ટુર્નામેન્ટમાં રમતા હોવાથી તેની અસર IPL 2022ની લગભગ દરેક ફ્રેન્ચાઇઝી પર પડશે. પરંતુ સૌથી વધુ નુકસાન દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને લખનૌ સુપર જાયન્ટ્સની (Lucknow Super Giants) ટીમોને થવાનું છે.

જે 26 ખેલાડીઓ IPL 2022થી દૂર રહેશે. જેથી લીગના પહેલા સપ્તાહમાં તે રમતા જોવા મળશે નહીં. એટલે કે બીજા સપ્તાહથી તે લીગમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે ફક્ત પ્રથમ અઠવાડિયા માટે ફ્રેન્ચાઈઝી તે 26 ખેલાડીઓની સેવાઓ મેળવી શકશે નહીં. આવું કેટલાકની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના કારણે થશે, કેટલાકના અંગત કારણોસર પણ લીગના શરૂઆતના દિવસોમાં દુર રહેશે.

દિલ્હી અને લખનૌના 5-5 ખેલાડીઓ રહેશે દુર

હવે તમે ફક્ત 26 ખેલાડીઓની યાદી જુઓ જે IPL 2022ના પહેલા સપ્તાહમાં રમતા જોવા નહીં મળે. તેમાંથી સૌથી વધુ ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ ફ્રેન્ચાઈઝીના છે. આ બંને ટીમોના 5-5 ખેલાડીઓ IPL 2022 થી પહેલા અઠવાડિયામાં વ્યસ્ત રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, એનરીખ નોરખિયા (ઈજા), મુસ્તફિઝુર રહેમાન અને લુંગી એનગીડીના નામ દિલ્હી કેપિટલ્સમાંથી ગાયબ રહેશે. લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્કસ સ્ટોઈનિસ, જેસન હોલ્ડર, કાયલ માયર્સ, માર્ક વુડ અને ક્વિન્ટન ડી કોકના નામ સામેલ છે. આમાં માર્ક વૂડ પણ ઈજાના કારણે લીગમાંથી ખસી ગયો છે.

આ ખેલાડીઓ પણ રહેશે ગાયબ

આ સિવાય જોની બેરસ્ટો, કાગીસો રબાડા અને નાથન એલિસ પંજાબ કિંગ્સ તરફથી જોવા મળશે નહીં. RCB તરફથી ગ્લેન મેક્સવેલ, જોસ હેઝલવુડ અને બેહરેનડોર્ફ. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી એડન માર્કરામ, સેન એબોટ અને માર્કો યાનસન. રાજસ્થાન રોયલ્સ તરફથી રાસી વાન ડેર ડુસે. KKR તરફથી એરોન ફિન્ચ અને પેટ કમિન્સ. CSK તરફથી ડ્વેન પ્રિટોરિયસ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના જોફ્રા આર્ચરનું નામ સામેલ થશે.

તેમાંથી મોટાભાગના એવા ખેલાડીઓ છે જેઓ જ્યારે IPL 2022 શરૂ થશે, ત્યારે તેમની ટીમો માટે ટેસ્ટ સિરીઝ રમશે. ટેસ્ટ શ્રેણી એપ્રિલના પ્રથમ અને બીજા સપ્તાહ સુધીમાં પૂરી થશે, ત્યારબાદ તેઓ પોતપોતાની IPL ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકશે. જો કે, કેટલાક ખેલાડીઓને ઈજાઓ છે, જેના કારણે તેમના લીગમાં રમવા અંગે સસ્પેન્સ છે.

આ પણ વાંચો : Video: વિરાટ કોહલીને મળવા ફેન્સ મેદાનમાં પહોંચી ગયા , ચાહકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે મેદાનમાં ઉંદર-બિલાડીની રમત શરુ થઈ

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઇટન્સની IPLજર્સી આવી સામે, કાર્યક્રમમાં હાર્દિક પંડ્યા સહિત અન્ય પ્લેયર્સે હાજરી આપી

g clip-path="url(#clip0_868_265)">