IPL 2022: ગુજરાત ટાઇટન્સની IPLજર્સી આવી સામે, કાર્યક્રમમાં હાર્દિક પંડ્યા સહિત અન્ય પ્લેયર્સે હાજરી આપી

IPL 2022: ગુજરાત ટાઇટન્સ IPLની નવી ટીમ છે. આ ટીમ ઇન્ડિયન પ્રિમીયર લીગની 2022 ની સીઝનથી જ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે.

IPL 2022: ગુજરાત ટાઇટન્સની IPLજર્સી આવી સામે, કાર્યક્રમમાં હાર્દિક પંડ્યા સહિત અન્ય પ્લેયર્સે હાજરી આપી
Gujarat Titans Launch Team Jersey at Narendra Modi Stadium in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 8:27 PM

IPL 2022 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલમાં 2 નવી ટીમો પણ જોડાઈ છે. હવે ટીમોની કુલ સંખ્યા 10 થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ IPL માટે તૈયાર છે. રવિવારે ટીમે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium)માં ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. અહીં ટીમની જર્સી (Gujarat Titans IPL Jersey) સામે આવી હતી.જ્યારે હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે શું તે આગામી સિઝનમાં બોલિંગ કરતો જોવા મળશે, તો આના પર પંડ્યાએ કહ્યું કે, હું આ અત્યારે કહી શકતો નથી, તેને સરપ્રાઈઝ થવા દો.

તમને જણાવી દઇએ કે ગુજરાત ટાઇટન્સે આઈપીએલની હરાજી પહેલા હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ અને શુભમન ગિલને 8 કરોડની રકમમાં ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો સુકાની જાહેર કર્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમે મેગા ઓક્શન 2022 માં ઘણા સારા ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો હતો.

હાર્દિક પંડ્યાની કારકિર્દીની આંકડા શું કહે છે ?

હાર્દિક પંડ્યા 11 ટેસ્ટ, 63 ODI અને 54 T20 મેચ રમ્યો છે. 28 વર્ષીય હાર્દિકે ટેસ્ટ ક્રિકેટમાં 532 રન બનાવ્યા છે જ્યારે ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ અનુક્રમે 1286 રન અને 553 રન બનાવ્યા છે. ODI ક્રિકેટમાં તેની સરેરાશ 32.97 છે, જ્યારે T20i માં તેની સરેરાશ 20.48 છે.

બોલ સાથે, મધ્યમ ગતિએ ટેસ્ટ ક્રિકેટમાં 17 વિકેટ લીધી છે. હાર્દિ પંડ્યાએ ODI ક્રિકેટમાં 57 વિકેટ અને ટી20 ક્રિકેટમાં 42 વિકેટ ઝડપી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પંડ્યાનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે ઈન્ડિયન ટી20 લીગમાં 92 મેચ રમી છે. આ દરમિયાન પંડ્યાએ 1476 રન બનાવ્યા છે અને આ લીગમાં તેનો સ્ટ્રાઈક રેટ 153.91 છે.

જમણા હાથના બેટ્સમેન હાર્દિક પંડ્યાની ટુર્નામેન્ટમાં સરેરાશ 27.33 છે અને આ માર્કી ટૂર્નામેન્ટમાં તેના નામે ચાર અડધી સદી પણ છે. તો તેણે આઈપીએલમાં 42 વિકેટ ઝડપી છે. આ લીગમાં તેની બોલિંગ એવરેજ 31.26 છે અને સ્ટ્રાઈક રેટ 20.69 છે. તે વર્ષ 2015 થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો નિયમિત ભાગ છે. આ સિઝનમાં તે પોતાની નવી ફ્રેન્ચાઈઝી માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.

આ પણ વાંચો : India vs Sri Lanka 2nd Test, Day 2 Live Cricket Score : રવિન્દ્ર જાડેજા આઉટ, ટીમ ઈન્ડિયાની કુલ લીડ હવે 390 રનની થઈ ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">