ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો કેસનોવા, શૅન વોર્નથી પણ વધુ ઐયાશ, વિલાસી જિંદગી જીવનારો ટીનો બેસ્ટ ખુદને કેમ ગણાવે છે બ્લેક બ્રાડ પિટ- વાંચો
ટીનો બેસ્ટ એક એવો ક્રિકેટર છે જેની ચર્ચા ક્રિકેટના મેદાનથી વધુ તેની પ્લેબોય ઈમેજ અને ઐયાશ જીવનશૈલી તેમજ વિવાદોના કારણ વધુ થાય છે. સેંકડો મહિલાઓ સાથે સેક્સ માણ્યાનો દાવો હોય કે પછી પોતાની જાતને બ્લેક બ્રાડ પિટ ગણાવવાના હોય, ટીનો ખુલીને લાઈફ જીવવાનું પસંદ કરે છે.

શું તમે ક્યારેય એવી વ્યક્તિને મળ્યા છો જેને એક જ જિંદગીમાં અનેક જીવન જિંદગીન જીવવાનો અદભુત અનુભવ હોય. પોતાની તેજ ગતિને કારણે, તેને ક્રિકેટના મેદાન પર ખૂંખાર માલ્કમ માર્શલ કહેવામાં આવતો, તો સેક્સ પ્રત્યે તે એટલો ઉત્સાહી હતો કે તે દુનિયાભરમાં ફરીને તેની ફેન્ટેસીને પુરી કરતો હતો. જ્યારે દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ બ્રિટનની રાણીને મળ્યો, ત્યારે તેણે ખુલ્લેઆમ પોતાને કિંગ ગણાવ્યો હતો. તેની પાસે સત્ય બોલવાનો એટલો હુનર હતો કે તેણે બાયોગ્રાફી લખીને આખી દુનિયામાં તેની ઐયાશી જિંદગીનો ઢોલ પીટ્યો. કોઈનો ડર નહીં અને સત્ય માત્ર એટલુ છે કે દુનિયાની મોટાભાગની સુંદરીઓની બાહોમાં રાતો રંગીન કરવા છતા જિંદગીમાં એકલો જ રહ્યો. એકદમ એકલવાયો.. આ વાત છે ક્રિકેટનો કેસનોવા ગણાતા ટીનો બેસ્ટની. ટીનો બેસ્ટ.. એક રંગીન મિજાજી, વિવાદોનો પર્યાય, છેલ્લે તે એકલો તડપતો રહ્યો. તેના જીવન પરથી...
