AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : જો વરસાદના કારણે મેચ રદ થઈ તો સેમિફાઈનલની રેસમાંથી બહાર થશે ભારત? જાણો સમીકરણ

IND vs ZIM, T20 World Cup 2026 : સુપર-8માં કોઈ પણ મેચ માટે રિઝર્વ ડે નથી. ત્યારે વરસાદના કારણે મેચ રદ થઈ તો શું ભારતીય ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થશે. તો આ વિશે આપણે સમીકરણ જાણીએ.

T20 WC Breaking : જો વરસાદના કારણે મેચ રદ થઈ તો સેમિફાઈનલની રેસમાંથી બહાર થશે ભારત? જાણો સમીકરણ
| Updated on: Feb 26, 2026 | 12:36 PM
Share

સુપર-8માં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે એક મોટી મેચ રમાશે. સેમિફાઈનલની રેસમાં રહેવા માટે ભારતને કોઈ પણ સંજોગોમાં આ મેચ મોટા અંતરથી જીતવી પડશે. કાં પછી ભારતીય ટીમે પ્રાર્થના કરવી પડશે કે, વેસ્ટઈન્ડિઝની ટીમ આજે સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ હારી જાય. આ સિવાય વરસાદને લઈને પણ ચાહકોના મનમાં એક સવાલ છે. આજે ચેન્નાઈમાં વરસાદ પડ્યો અને મેચ રદ થઈ તો શું ભારતીય ટીમ માટે સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ જશે. સુપર-8માં કોઈ પણ મેચ માટે રિઝવ ડે નથી. ત્યારે વરસાદના કારણે જો મેચ રદ થઈ તો સેમિફાઈનલની રેસમાં ભારતીય ટીમ પછડાશે.

વરસાદના કારણે મેચ રદ થઈ તો શું થશે,સમીકરણ-1

જો વરસાદના કારણે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે નહી તો ભારતને નુકસાન થશે. ભારતને સુપર-8માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જો ભારત-ઝિમ્બાબ્વે મેચ વરસાદના કારણે ન રમાઈ તો બંન્ને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતની પાસે 2 મેચ બાદ માત્ર 1 પોઈન્ટ હશે. ભારત આગામી મેચ વેસ્ટઈન્ડિઝ સામે જીતે છે તો ટીમ પાસે માત્ર 3 અંક થશે. જો આજે વેસ્ટઈન્ડિઝે સાઉથ આફ્રિકાને હરાવ્યું તો આ સ્થિતિમાં ભારતીય ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થશે.

સમીકરણ-2

જો વેસ્ટઈન્ડિઝ આજે સાઉથ આફ્રિકાને હરાવે છે અને ભારત આગામી મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે જીતે છે તો ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝથી ગ્રુપ-1માં ઉપર હશે. ત્યારબાદ ભારતીય ટીમને એ આશા રાખવી પડશે કે, સાઉથ આફ્રિકાની ટીમ પોતાની આગામી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી દે. વરસાદના કારણે મેચ રદ થયા બાદ ભારતીય ટીમ 3 અંક હશે. તો આ સ્થિતિમાં ગ્રુપ-1માં સાઉથ આફ્રિકા અને ભારત સેમિફાઈનલમાં આગળ જશે.

સુપર-8ના પોઈન્ટ ટેબલની જો આપણે વાત કરીએ તો. વેસ્ટઈન્ડિઝ 2 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતના ખાતામાં હજુ 0 પોઈન્ટ છે.

ચેન્નાઈનો વેધર રિપોર્ટ

હવામાનની વાત કરીએ તો, ચાહકો માટે સારા સમાચાર છે. ભારત-ઝિમ્બાબ્વે મેચ દરમિયાન ચેન્નાઈમાં વરસાદ પડવાની શક્યતા નથી. સવારે તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જે દિવસના અંત સુધીમાં ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. દિવસના મોટાભાગે ધુમ્મસવાળું વાતાવરણ રહેતું હતું, જે રાત્રિ સુધીમાં સાફ થવાની શક્યતા છે.

 T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
g clip-path="url(#clip0_868_265)">