IPLની નવી બે ટીમોનુ સસ્પેન્સ 17 મી ઓક્ટોબરે ખુલશે, આ શહેરો છે નવા દાવેદારો જે માટે મોટા ખરીદદારોએ કમર કસી છે
BCCI એ 31 ઓગસ્ટના રોજ IPL ટીમો માટે ટેન્ડર મંગાવ્યા હતા. 5 ઓક્ટોબર સુધી ટેન્ડર પેપર્સ ખરીદી શકાશે તેમ જણાવાયું હતું.
ઈન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) માં 2022 સીઝનથી બે નવી ટીમો આવવા જઈ રહી છે. આ માટે BCCI એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા દિવસોમાં બોર્ડે ટીમોના ટેન્ડરની માહિતી આપી હતી. હવે એ વાત સામે આવી છે કે 17 ઓક્ટોબરે બે નવી ટીમો બિડિંગ કરશે. BCCI સીલબંધ કવરમાં આ માટે બિડ મંગાવશે. એક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહ્યું કે બોર્ડ 17 ઓક્ટોબરે બોલી લગાવવાની પ્રક્રિયામાં છે.
આ માટે, બંધ પરબિડીયામાં બિડ મંગાવવામાં આવશે. BCCI એ 31 ઓગસ્ટના રોજ IPL ટીમો માટે ટેન્ડર મંગાવ્યા હતા. 5 ઓક્ટોબર સુધી ટેન્ડર પેપર્સ ખરીદી શકાશે તેમ જણાવાયું હતું. બે નવી ટીમો ખરીદનારાઓના કેટલાક નામ પણ સામે આવ્યા છે.
BCCI એ ટેન્ડરને આમંત્રિત કરતી વખતે કહ્યું હતું કે, ઈન્ડીયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમો લાવવા માટે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના પ્રસ્તાવ મુજબ, તેમની માલિકી અને તેમને ચલાવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ ટીમો ટેન્ડર પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. કોઈપણ જે ટીમ ખરીદવા માંગે છે તેણે ટેન્ડર (ITT) માટે આમંત્રણ ખરીદવું પડશે. જો કે, જેઓ ITT અને અન્ય નિયમો અને શરતોમાં નિર્ધારિત પાત્રતાના માપદંડને પૂર્ણ કરે છે તે જ બિડિંગ માટે પાત્ર રહેશે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે માત્ર ITT ની ખરીદી બિડિંગ માટે લાયક ઠરશે નહીં.
BCCI ને 5000 કરોડનો નફો!
IPL હાલમાં આઠ ટીમો વચ્ચે રમાય છે, પરંતુ આવતા વર્ષથી 10 ટીમો તેમાં રમશે. IPL ની નાણાકીય બાજુ જોતા એક સૂત્રએ જણાવ્યું હતું કે જો બિડિંગ પ્રક્રિયા યોજના મુજબ આગળ વધશે તો, બીસીસીઆઈને ઓછામાં ઓછો 5000 કરોડનો નફો થશે. કારણ કે ઘણી કંપનીઓ બિડિંગ પ્રક્રિયામાં રસ દાખવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે 3000 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
આ નામ ચાલી રહ્યા છે
નવી ટીમો માટેના બેઝ લોકેશનમાં અમદાવાદ, લખનૌ અને પુણેનો સમાવેશ થાય છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનૌનું ઉકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી બની શકે છે. કારણ કે આ સ્ટેડિયમોની ક્ષમતા વધારે છે. બે નવી ટીમો માટે અદાણી ગ્રુપ, આરપીજી સંજીવ ગોએન્કા ગ્રુપ, ફાર્મા કંપની ટોરેન્ટ અને એક જાણીતા બેન્કર દોડી રહ્યા છે.