Breaking News: IND vs WI: પહેલી ODIમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુકેશ કુમારનું ODIમાં ડેબ્યૂ
ટેસ્ટ સીરિઝ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ODI શ્રેણીમાં પણ પોતાના વરિષ્ઠ ઝડપી બોલરો વિના રમી રહી છે અને આવી સ્થિતિમાં મુકેશ કુમારને ડેબ્યૂ કરવાની તક મળી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ હવે ODI ક્રિકેટની એક્શન શરૂ થઈ રહી છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે બાર્બાડોસમાં રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝની જેમ વનડેમાં પણ ટીમ ઈન્ડિયા (Team India) પોતાના સિનિયર ફાસ્ટ બોલરો વિના ચાલી રહી છે. આવી સ્થિતિમાં મુકેશ કુમાર (Mukesh Kumar) ને વનડે ક્રિકેટમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી. માત્ર 7 દિવસમાં જ મુકેશે ટેસ્ટ અને ODIમાં ટીમ ઈન્ડિયાની કેપ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બોલિંગ કરશે.
મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો
એશિયા કપ અને પછી વર્લ્ડ કપની તૈયારીઓની દિશામાં ભારતીય ટીમની આ પ્રથમ શ્રેણી છે. જો કે, આમાં ભારતીય ટીમ તેના અગ્રણી બોલરો વિના છે. સીરીઝની શરૂઆત પહેલા જ મોહમ્મદ સિરાજને પણ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેસ્ટ સિરીઝ બાદ પગની ઘૂંટીમાં સોજાના કારણે સિરાજ પર જોખમ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
News from Barbados – Mukesh Kumar is all set to make his ODI debut for #TeamIndia 👏👏#WIvIND pic.twitter.com/TfbHMnv7in
— BCCI (@BCCI) July 27, 2023
પ્રથમ મેચમાં ચાર ઝડપી બોલરો
આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું ફાસ્ટ બોલિંગ આક્રમણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દૃષ્ટિએ આ શ્રેણીમાં બહુ અનુભવી નથી. ભારતીય ટીમ પ્રથમ મેચમાં ચાર ઝડપી બોલરો સાથે ઉતરી રહી છે, જેમાં માત્ર હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર જ અનુભવી છે. આ બે સિવાય મુકેશ કુમાર અને ઉમરાન મલિક છે. ઉમરાને ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યું હતું પરંતુ અત્યાર સુધી તે વધારે પ્રભાવિત કરી શક્યો નથી.
મુકેશ કુમારનું ODIમાં ડેબ્યૂ
આવી સ્થિતિમાં બધાની નજર ઉમરાન પર હશે પરંતુ મુકેશ કુમાર પણ ફોકસમાં હશે. એક અઠવાડિયા પહેલા મુકેશે ટેસ્ટ મેચની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું. મુકેશે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં પ્રભાવિત કર્યું અને 2 વિકેટ લીધી. હવે તેની પાસે ODI ક્રિકેટમાં પોતાની ક્ષમતા બતાવવાની તક છે. જોકે, ડોમેસ્ટિક ODI (લિસ્ટ A) ક્રિકેટમાં મુકેશનો રેકોર્ડ બહુ પ્રભાવશાળી દેખાતો નથી. તેણે 24 મેચમાં માત્ર 26 વિકેટ લીધી છે.
A look at our Playing XI for the 1st ODI against West Indies.
Live – https://t.co/lFIEPnpOrO…… #WIvIND pic.twitter.com/xTjWtwcshQ
— BCCI (@BCCI) July 27, 2023
આ પણ વાંચો : ક્રિકેટમાં સૌથી વધુ વાર રન આઉટ થનાર ખેલાડીઓમાં ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ પણ સામેલ
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઉમરાન મલિક.