The Hundred: ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું ઓલિમ્પિકમાં ક્રિકેટ માટે ધ હંન્ડ્રેડની જરરુ નહીં, T20 યોગ્ય છે

ધ હંન્ડ્રેડ (The Hundred) ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના મગજની ઉપજ છે. જેમાં 8 ટીમો એકબીજાથી ટકરાઈ રહી છે. તેમણે તેને લોકપ્રિય બનાવવા માટે T20 ફોર્મેટમાંથી 20 બોલ ઘટાડી દીધા.

The Hundred: ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું ઓલિમ્પિકમાં ક્રિકેટ માટે ધ હંન્ડ્રેડની જરરુ નહીં, T20 યોગ્ય છે
Lan Chappell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:35 PM

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલ (Ian Chappell)નું માનવુ છે કે ક્રિકેટનું T20 ફોર્મેટ, આ રમતને ઓલિમ્પિક (olympic)માં લઈ જવા માટે પુરતુ છે. તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ (England)માં હાલમાં જ શરુ થયેલ ધ હંન્ડ્રેડ (The Hundred) ફોર્મેટની હકીકતમાં જ જરુર નથી. ધ હંન્ડ્રેડ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના મગજની ઉપજ છે. જેમાં આઠ ટીમો એકબીજા સામે ટકરાઈ રહી છે. ટૂર્નામેન્ટમાં પહેલા મેચ ઓવલ ઈનવિસિબલ્સ અને માન્ચેસ્ટર ઓરિજિનલ્સની મહિલા ટીમો વચ્ચે 21 જૂલાઈએ રમાઈ હતી. જેમાં દરેક ઈનીંગમાં 100 બોલ નાંખવામાં આવે છે.

ધ હંન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં ટીમો રમી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ચેપલે એક કોલમમાં લખ્યુ હતુ કે ટેરેસ્ટ્રિયલ ટેલિવિઝન ડીલ પ્રાપ્ત કરવા માટે બોલની સંખ્યા ઓછી કરવા ઉપરાંત પણ વિચાર હોઈ શકે. ધ હન્ડ્રેડ પાછળનું તર્ક એમ પણ હોઈ શકે છે કે ઓલિમ્પિકમાં આ રમતને પહોંચાડવાની સંભાવનાઓમાં સુધારો કરી શકે. તેનાથી મોટેભાગે રમતની લોકપ્રિયતાને વ્યાપક રુપથી પ્રસાર માટે રમવામાં આવે છે. પરંતુ T20 ઓલિમ્પિકમાં સામેલ થવા માટે પુરતુ છે. આ માટે ધ હન્ડ્રેડની જરુરીયાત નથી લાગતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ખેલાડી ફક્ત સંખ્યા બનાવીને રહી જાય છે

તેણે લખ્યુ કે ક્રિકેટ એક ટીમ ગેમ છે, જે આદર્શ રુપથી એક ટીમના 11 સભ્ય દ્વારા રમવામાં આવે છે. પ્રશાસકોને આ યાદ રાખવુ યોગ્ય હશે કે આ પહેલા તે રમતના નાના રુપોને તૈયાર કરવામાં ઉતાવળ કરે. એક ઈનીંગની લંબાઈ જેટલી ઓછી હશે, તેટલી જ વધારે સંભાવના હશે કે ખેલાડી ફક્ત એક સંખ્યા બનીને રહી જાય. ખેલાડી પણ ક્યારેક ક્યારેક પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ થવા ઈચ્છે છે.

ઈંગ્લેન્ડે મુશ્કેલ રસ્તો પસંદ કર્યો

નવા ફોર્મેટ અંગે વાત કરતા ચેપલે કહ્યું કે તેમના પુરા કરિયર દરમ્યાન મારુ માનવુ હતુ કે એક સમસ્યાના બે સંભવિત સમાધાન હતા. એક સરળ અને એક મુશ્કેલ. મને એ વિશ્વાસ હતો કે ઈંગ્લેન્ડ હંમેશા મુશ્કેલ રસ્તો જ અપનાવશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટને યોગ્ય રીતે નહીં સમજનારાઓની સમસ્યાઓને દુર કરવા માટે રમતનું નવુ ફોર્મેટ તૈયાર કર્યુ છે. તેઓએ તેને લોકપ્રિય બનાવવા માટે T20 ફોર્મેટમાંથી 20 બોલ ઓછા કરી દીધા છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ઇતિહાસ રચનારી કમલપ્રીત કૌર ક્રિકેટના મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે, સહેવાગ અને ધોનીની છે જબરદસ્ત ફેન

આ પણ વાંચોઃ boxer mourad aliev :રેફરીના એક નિર્ણયથી વિરોધ પર બેઠો બોક્સર, જાણો શું છે સમગ્ર મામલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">