boxer mourad aliev :રેફરીના એક નિર્ણયથી વિરોધ પર બેઠો બોક્સર, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં બોક્સરે (Boxer) તેમના વિરોધી ખેલાડી પર એવું કર્યું જેનાથી રેફરી (Referee)અને ખેલાડી બંન્ને પરેશાન થયા હતા. મેચને અધ વચ્ચે જ રોકવાનો વારો આવ્યો હતો.

boxer mourad aliev :રેફરીના એક નિર્ણયથી વિરોધ પર બેઠો બોક્સર, જાણો શું છે સમગ્ર મામલો
tokyo olympics 2020 france boxer mourad aliev sit on protest in against referee decision

boxer mourad aliev : ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) ફ્રાન્સના સુપર હેવીવેઇટ બોક્સર ક્વાર્ટર ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ લગભગ એક કલાક સુધી રિંગમાં વિરોધ કર્યો હતો. તેને જાણી જોઈને માથું મારવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. રવિવારે રમાયેલી આ મેચના બીજા રાઉન્ડમાં માત્ર ચાર સેકન્ડ બાકી હતી

જ્યારે રેફરી (Referee) એન્ડી મુસ્તાચિયોએ બોક્સર (Boxer)મુરાદ અલીયેવને ગેરલાયક ઠેરવ્યો હતો. રેફરી (Referee)ના જણાવ્યા મુજબ એલિવે જાણી જોઈને તેના વિરોધી બ્રિટિશ બોક્સર ફ્રેઝર ક્લાર્કને માથા પર માર માર્યો હતો. તેની આંખો પાસે કેટલાક કટ આવ્યા હતા.

ચુકાદો સંભળાવતાની સાથે જ એલીવ રીંગની બહાર બેસી ગયો હતો. તે ત્યાંથી ખસ્યો જ નહીં. ફ્રેન્ચ ટીમ (French team)ના અધિકારીઓ પણ તેમની સાથે વાત કરવા આવ્યા અને તેમના માટે પાણી પણ લાવ્યા હતા. એલાઇવએ અનુવાદક મારફતે કહ્યું કે, આ મારી કહેવાની રીત હતી કે ફૈસલ ખોટો હતો. હું બધી ખોટી બાબતો સામે લડવા માંગુ છું અને પ્રામાણિકપણે કહું તો મારા સાથી ખેલાડી (Player)ઓ પણ ખોટા નિર્ણયોનો ભોગ બન્યા છે. મેં આખી જિંદગી આ માટે સખત મહેનત કરી છે. રેફરીના નિર્ણયને કારણે હું અહિ બેઠો છું

30 મિનિટથી વધુ સમય વીતી ગયો હતો. પછી અધિકારીઓ આવ્યા અને એલિવ તેમજ ફ્રેન્ચ ટીમ સાથે વાત કરી. પરંતુ 15 મિનિટ પછી પરત ફરી પોતાનો વિરોધ શરૂ કર્યો. તે એ જ જૂની જગ્યાએ બેસી ગયો હતો. 15 મિનિટ પછી તે ફરીથી ચાલ્યો ગયો પરંતુ તે પહેલા તેણે રેફરી (Referee)ને તમામ વાતો સંભળાવી હતી. તેણે કહ્યું, “હું આ મેચ જીતી શક્યો હોત, પણ હું પહેલેથી જ ડિસ્ક્વોલીફાય(Disqualify) થઈ ગયો છું.મેં આખી જિંદગી આ માટે તૈયાર કરી છે. તેથી આ પરિણામ સામે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. ”

એલિવ અને ક્લાર્ક વચ્ચેની સ્પર્ધા ખૂબ જ રોમાંચક બની હતી. એલિવ સારું રમી રહ્યો હતો પરંતુ ડિસ્ક્વોલિફાય(Disqualify)થયા બાદ ક્લાર્કનો મેડલ કન્ફર્મ થયો. ક્લાર્કે કહ્યું, “મને લાગ્યું કે ત્યાં ઘણું બધું ચાલી રહ્યું છે. તેણે જાણી જોઈને માથું માર્યું કે નહીં, હું કશું કહી શકતો નથી મેં તેને મેચ બાદ શાંત રહેવા કહ્યું. તમે તમારા મનથી નથી વિચારતા, તમે તમારા દિલથી વિચારી રહ્યા છો. હું જાણું છું કે, તે મુશ્કેલ છે પરંતુ ચેન્જિંગ રૂમમાં પાછા જવાનો શ્રેષ્ઠ રસ્તો છે. ”

એલિવે કહ્યું કે, “દરેક વ્યક્તિ જાણે છે કે હું જીતી રહ્યો હતો.” એલિવે કહ્યું કે, તેને રેફરી દ્વારા ચેતવણી આપવામાં આવી ન હતી, એલિવે ક્લાર્કના શાંત રહેવાના દાવાને ફગાવી દીધો હતો.એલિવે પ્રથમ રાઉન્ડ 3-2થી જીત્યો હતો. એલીવના વિરોધથી ટુર્નામેન્ટ પર કોઈ અસર ન પડી કારણ કે તે અને ક્લાર્કની મેચ બપોરના સત્રની છેલ્લી મેચ હતી.

આ પણ વાંચો : Tokyo Olympic 2020: મીરાબાઈનો સિલ્વર મેડલ અને સુમિતનો રેકોર્ડ, આ છે ભારત માટે શાનદાર પળ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati