AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCL 2023: ભોજપુરી દબંગ્સ અને તેલુગુ વોરિયર્સ વચ્ચે આજે ફાઈનલ, કર્ણાટક બુલડોઝર્સને 6 વિકેટે TW એ આપી હાર

Celebrity Cricket League: શનિવારે વિશાખાપટ્ટનમમાં CCL 2023 ની ફાઈનલ મેચ રમાનારી છે. આ પહેલા શુક્રવારે બંને સેમીફાઈનલ મેચ રમાતા ફાઈનલનુ ચિત્ર સ્પષ્ટ થયુ હતુ.

CCL 2023: ભોજપુરી દબંગ્સ અને તેલુગુ વોરિયર્સ વચ્ચે આજે ફાઈનલ, કર્ણાટક બુલડોઝર્સને 6 વિકેટે TW એ આપી હાર
CCL 2023 Final match today
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 10:22 AM
Share

શુક્રવારે CCL 2023 ની બે સેમીફાઈનલ મેચો રમાઈ હતી. જેમા પ્રથમ મેચ મુંબઈ હિરોઝ અને ભોજપુરી દબંગ્સ વચ્ચે રમાઈ હતી. ભોજપુરી ટીમે મુંબઈને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ આમ મનોજ તિવારીની આગેવાની ધરાવતી ભોજપુરી ટીમ રહી હતી. બીજી સેમીફાઈનલ સાંજે રમાઈ હતી. જેમાં કર્ણાટક બુલડોઝર સામે તેલુગુ વોરિયર્સની ટીમે જીત મેળવી હતી. તેલુગુએ 6 વિકેટે જીત મેળવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. આમ શનિવારે વિશાખાપટ્ટનમાં ફાઈનલ મેચ ભોજપુરી દબંગ્સ અને તેલુગુ વોરિયર્સ વચ્ચે રમાશે.

18 ફેબ્રુઆરીએ CCL 2023 ની સિઝનની પ્રથમ લીગ મેચ સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. હવે 25 માર્ચે તેની અંતિમ મેચ રમાઈ રહી છે, એટલે કે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારી બે ટીમોનો આમનો સામનો થનારો છે.

કર્ણાટકના કેપ્ટનની અડધી સદી એળે

ટોસ જીતીને તેલુગુ ટીમના કેપ્ટન અખીલ અક્કીનેનીએ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. કર્ણાટક બુલડોઝરના કેપ્ટન પ્રદીપ બોગાડીએ અણનમ અડધી સદી નોંધાવી હતી. પ્રદીપે તોફાની અડધી સદી નોંધાવી હતી. તેણે 26 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 5 ચોગ્ગા વડે 50 રન નોંધાવ્યા હતા. પ્રદીપ ઓપનર બેટર તરીકે આવીને અંત સુધી રમતમાં રહ્યો હતો. તેના સાથી ઓપનર ક્રિષ્ણાએ 33 રન નોંધાવ્યા હતા. આમ બંનેની રમત વડે 6 વિકેટના નુક્શાને નિર્ધારીત 10 ઓવરમાં પ્રથમ ઈનીંગમાં કર્ણાટકે 99 રન નોંધાવ્યા હતા. આમ સારી શરુઆત બાદ પણ 100 ને પાર જઈ મોટો સ્કોર નોંધાવી શક્યા નહોતા, જે ફાઈનલની ટિકિટ ચુકાવી ગયુ હતુ.

બીજી ઈનીંગમાં કર્ણાટકે 98 રન 5 વિકેટના નુક્શાને નોંધાવ્યા હતા. જેમાં રાજીવ હનુએ 32 રન 21 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જ્યારે કે સુદીપ 1 રન નોંધાવી રન આઉટ થયો હતો. જયરામ કાર્તિક 14 બોલનો સામનો કરીને 21 રન નોંધાવી આઉટ થયો હતો. કરણ આર્યન 13 રન અને ક્રિષ્ણા 13 રન નોંઝાવી આઉટ થયા હતા. અરુણ બચ્ચન 12 રન સાથે અણનમ રહ્યો હતો.

તેલુગુએ મારી કાપી ફાઈનલ ટિકિટ

પ્રથમ ઈનીંગમાં તેલુગુએ 6 વિકેટ ગુમાવીને 95 રન નોંધાવ્યા હતા. જેમાં સુકાની અખીલ અકીનેનીએ 14 રન, એસ જોષીએ 10 રન અને પ્રિન્સે 13 રન નોંધાવ્યા હતા. અશ્વિન બાબુએ 36 રન 22 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. રોશને 11 અને રઘુએ 4 રન નોંઘાવ્યા હતા. બીજી ઈનીંગમાં 4 વિકેટ ગુમાવીને 10મી ઓવરના ચોથા બોલે તેલુગુએ જીત મેળવી હતી. અશ્વિન બાબુએ બીજી ઈનીંગમાં 5 રન નોંધાવ્યા હતા. જ્યારે રોશને 27 રન અને રઘુએ 22 રન નોંધાવ્યા હતા. સુકાની અકીલ માત્ર 5 રન નોંધાવીને પરત ફર્યો હતો. તમને 15 બોલમાં 25 રન અણનમ કર્યા હતા. જ્યારે પ્રિન્સે 11 રન નોંધાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">