ICC Ranking : ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન, વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ આવું કારનામું કરનારી માત્ર બીજી ટીમ
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 5 વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે (Team India ) વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો હાંસલ કરી લીધો છે.ભારતે બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ત્રણ મેચની વનડે સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 5 વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે (Team India)વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો હાંસલ કરી લીધો છે. ભારતીય ટીમ હવે ટેસ્ટ, ODI અને T-20માં નંબર વન ટીમ બની ગઈ છે. વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ આવું કારનામું કરનારી માત્ર બીજી ટીમ બની છે. આ પહેલા માત્ર સાઉથ આફ્રિકાએ જ આવી સિદ્ધિ મેળવી હતી. તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં ભારતે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ICC રેન્કિંગ (ICC Rankings)માં પ્રથમ સ્થાને પહોંચવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો : Breaking news : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
તમને જણાવી દઈએ કે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે ભારતીય ટીમના ICC ODI રેન્કિંગમાં 116 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે આ કરીને ભારતે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે, પાકિસ્તાનના 115 પોઈન્ટ છે. આ સાથે ભારતે બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ત્રણ મેચની વનડે સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે.
No. 1 Test team ☑️ No. 1 ODI team ☑️ No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats pic.twitter.com/rB5rUqK8iH
— BCCI (@BCCI) September 22, 2023
વનડેમાં નંબર વન રેન્કિંગ સિવાય ભારતીય ટીમ ટેસ્ટમાં 118 રેટિંગ પોઈન્ટની સાથે નંબર વન પર કબજો કર્યો છે. તો T20 ફોર્મેટમાં ભારતના 264 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 276 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમે 49મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રવિવારના રોજ રમાયેલી બીજી વનડેમાં પણ ભારતીય ટીમે જીત મેળવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
મહિલા ક્રિકેટની વાત કરીએ તો ભારતની દીકરીઓએ ચીનના મેદાનમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ બીજો ગોલ્ડ જીત્યો છે. આ પહેલા ભારતે શૂટિંગમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો. ભારતે ગોલ્ડ મેડલ જીત્યો તો શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.