India No 1 In T20 Rankings: વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારત T20માં વિશ્વની નંબર વન ટીમ બની, વર્ષો પછી ટોચ પર પહોંચી
ત્રીજી ટી20માં તેણે વેસ્ટ ઈન્ડિઝની ભારત પ્રવાસ પર મેચ જીતવાની છેલ્લી આશાને 17 રનથી તોડી નાખી અને અહીં ટી20 ટીમ રેન્કિંગમાં ભારતની ટીમનું શાસન સ્થાપિત થઈ ગયું.
India No 1 In T20 Rankings: ટીમ ઈન્ડિયા (Team India) એ પણ ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો છે. તેણે તે સન્માન મેળવ્યું છે, જે છેલ્લે ધોની(Dhoni)ના યુગમાં ક્રિકેટના આ ફોર્મેટમાં જોવા મળ્યું હતું. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ભારત ફરી એકવાર ICC T20I રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગયું છે. બીજી તરફ, ત્રીજી ટી20માં તેણે વેસ્ટ ઈન્ડિઝની ભારત પ્રવાસ પર મેચ જીતવાની છેલ્લી આશાને 17 રનથી તોડી નાખી અને અહીં ટી20 ટીમ રેન્કિંગમાં તેનું શાસન સ્થાપિત થઈ ગયું. ભારતીય ટીમ 6 વર્ષ બાદ ICC રેન્કિંગમાં નંબર વન T20 ટીમ બની છે.
ભારતે છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ દરમિયાન T20માં નંબર વન હતુ. ત્યારબાદ 12 ફેબ્રુઆરી 2016 થી 3 મે 2016 સુધી તે નંબર વન T20 ટીમ રહી હતી. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એ જ ઊંચાઈ હાંસલ કરી છે.
The #MenInMaroon depart India after playing the 3rd and final T20I
WI would like to thank @BCCI for being amazing hosts. WI can’t wait to return the favour! #INDvWI 🤝🏏 pic.twitter.com/m75a7tqgKj
— Windies Cricket (@windiescricket) February 20, 2022
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પાસેથી રાજાશાહી છીનવી લીધી
T20 રેન્કિંગમાં ઈંગ્લેન્ડ અત્યાર સુધી 269 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. પરંતુ, હવે ભારતે T20I શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવીને ઈંગ્લેન્ડને રેન્કિંગમાં પાછળ ધકેલી દીધું છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં ભારત ટી-20માં તેની છેલ્લી મેચ હારી ગયું હતું. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડનો ક્લીન સ્વીપ કર્યો હતો, જેનો ફાયદો તેને T20 રેન્કિંગમાં મળ્યો છે.
રોહિત શર્માની કપ્તાનીમાં ઘરઆંગણે 14મી જીત
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચ 17 રને જીતી લીધી છે. પહેલા રમતા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ કેરેબિયન ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં ઘરઆંગણે ભારતની આ 14મી T20 જીત છે. આ સાથે તે ઘરઆંગણે સૌથી વધુ T20 મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે.
ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સતત 9મી T20 મેચ જીતી હતી. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના ઘરની બહાર સતત ત્રીજી ટી20 સીરિઝ ગુમાવવી પડી હોય. કોલકાતામાં ટી-20 સિરીઝમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ વતન જવા રવાના થઈ ગઈ છે