South Africa Tour of India: રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સિરીઝમાંથી બ્રેક નહીં લે, બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ

Team India: જો રોહિત શર્મા (Rohit Sharma) ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) સામેની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતી લેશે તો તે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ રેકોર્ડ બનાવવા માટે તે SA શ્રેણીમાંથી બ્રેક લેશે નહીં.

South Africa Tour of India: રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સિરીઝમાંથી બ્રેક નહીં લે, બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ
Rohit Sharma (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 5:28 PM

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma)નું આ વર્ષે IPLમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પણ આઈપીએલ 2022માં પ્લેઓફમાં પહોંચી શકી નથી. પરંતુ હવે રોહિત શર્માની નજર વર્લ્ડ રેકોર્ડ પર છે. જો રોહિત શર્મા ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતી લેશે તો તે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. મળતી માહિતી પ્રમાણે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બ્રેક લેશે નહીં.

સતત 13 ટી10 મેચ જીતવા માંગશે રોહિત શર્મા

જુલાઈમાં યોજાનારી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને જૂનમાં દક્ષિણ આફ્રિકા સાથે ટી-20 શ્રેણી રમવાની છે. હિટમેનને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી આરામ લેવાની સલાહ આપવામાં આવી રહી હતી. જોકે ટીમ ઈન્ડિયા (Team India)ના સુકાની રોહિત શર્મા સતત 13 T20i જીતવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે. હાલમાં ભારત સિવાય અફઘાનિસ્તાન અને રોમાનિયાના નામે સતત 12 T20 મેચ જીતવાનો રેકોર્ડ છે.

રોહિત શર્મા બ્રેક નહીં લે

પસંદગી સમિતિના એક સભ્યએ એક વેબસાઈટને જણાવ્યું કે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન બ્રેક લઈ રહ્યો નથી. તે આ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. રોહિત શર્મા IPL પ્લેઓફ દરમિયાન પસંદગી સમિતિ સાથે બેઠક કરશે. સિરીઝના પાંચ દિવસ પહેલા તમામ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ માટે NCA ખાતે ભેગા થવું પડશે. સાઉથ આફ્રિકા સામેની સીરિઝ 9 જૂનથી 19 જૂન સુધી રમાશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ટી20માં ભારતની સતત 12 જીત

– 66 રન vs અફઘાનિસ્તાન – 8 વિકેટ vs સ્કોટલેન્ડ – 9 વિકેટ vs નામીબિયા – 5 વિકેટ vs ન્યુઝીલેન્ડ – 7 વિકેટ vs ન્યુઝીલેન્ડ – 73 રન vs ન્યુઝીલેન્ડ – 6 વિકેટ vs વેસ્ટ ઇન્ડિઝ – 8 રન vs  વેસ્ટ ઇમ્ડિઝ – 17 રન vs વેસ્ટ ઇમ્ડિઝ – 62 રન vs શ્રીલંકા – 7 વિકેટ vs શ્રીલંકા – 6 વિકેટ vs શ્રીલંકા

પહેલી મેચમાં બની શકે છે રેકોર્ડ

T20 વર્લ્ડ કપ 2021માં શરૂઆતી હાર બાદ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતની જીતનો સિલસિલો શરૂ થયો. આ પછી ભારતે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને ટી-20 શ્રેણીમાં હરાવ્યું હતું. ભારત 9 જૂને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. પ્રથમ T20 દિલ્હીમાં રમાશે. બીજી કટકમાં, ત્રીજી વિશાખાપટ્ટનમમાં, ચોથી રાજકોટમાં અને પાંચમી બેંગ્લોરમાં રમાશે.

સાઉથ આફ્રિકાના પ્રવાસનો કાર્યક્રમઃ

– પહેલી ટી20: 9 જુન, દિલ્હી – બીજી ટી20: 12 જુન, કટક – ત્રીજી ટી20: 14 જુન, વિશાખાપટ્ટનમ – ચોથી ટી20: 17 જુન, રાજકોટ – પાંચમી ટી20: 19 જુન, બેંગ્લોર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">