AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,6,6,6… શિવમ દુબેએ 9 છગ્ગા ફટકાર્યા, ફક્ત આટલા બોલમાં ફટકારી શાનદાર સદી

મહારાષ્ટ્ર સામેની પ્રેક્ટિસ મેચમાં મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેએ બેટિંગથી તબાહી મચાવી હતી. ડાબા હાથના આ બેટ્સમેને નવ છગ્ગા ફટકાર્યા અને ધમાકેદાર સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે તેણે એક જ ઓવરમાં સતત 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી.

6,6,6,6… શિવમ દુબેએ 9 છગ્ગા ફટકાર્યા, ફક્ત આટલા બોલમાં ફટકારી શાનદાર સદી
Shivam DubeImage Credit source: PTI
| Updated on: Oct 09, 2025 | 8:11 PM
Share

એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને વિજય અપાવનાર શિવમ દુબેએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. એક પ્રેક્ટિસ મેચમાં મુંબઈ તરફથી રમતા શિવમ દુબેએ મહારાષ્ટ્રના બોલરોને જોરદાર ફટકાર્યા હતા. પોતાની આક્રમક બેટિંગથી શિવમ દુબેએ ધમાલ મચાવી હતી.

શિવમ દુબેની આક્રમક સદી

શિવમ દુબેએ માત્ર 62 બોલમાં 100 રન બનાવીને પોતાની સદી પૂરી કરી હતી. શિવમ દુબેએ પોતાની ઈનિંગમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, પરંતુ અનિર્ણિત મેચમાં દુબેની હિટિંગની ખૂબ ચર્ચા થઈ હતી.

શિવમ દુબેએ મચાવી તબાહી

પુણેમાં મહારાષ્ટ્ર અને મુંબઈની ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો અને તેણે આક્રમક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. મુંબઈના ઓપનર અંગક્રિશ રઘુવંશી 27 અને આકાશ આનંદ માત્ર 5 રન બનાવીને આઉટ થયા જ્યારે હાર્દિક તામોર 24 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો, જે બાદ શિવમ દુબે ક્રીઝ પર આવ્યો.

એક ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા

જલ્દી વિકેટ ગુમાવવા છતાં શિવમ દુબેએ પોતાની આક્રમક બેટિંગ શરુ રાખી હતી. શિવમ દુબેએ લગભગ 160ના સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર સદી ફટકારી હતી. શિવમ દુબેએ તેની ઈનિંગ દરમિયાન ડાબા હાથના સ્પિનર ​​હિતેશ વાલુંજની એક ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા હતા.

શિવમ દુબેએ કુલ 9 છગ્ગા ફટકાર્યા

શિવમ દુબેએ પોતાની આક્રમક ઈનિંગમાં મેદાનઅ ચારોતરફ શોટ ફટકાર્યા હતા, શિવમ દુબેએ આ મેચમાં મહારાષ્ટ્રના બોલરોની જોરદાર ધુલાઈ કરી એન મેચમાં કુલ  9 છગ્ગા ફટકાર્યા. શિવમ દુબે એશિયા કપના પોતાના મજબૂત ઓલરાઉન્ડ પ્રદર્શનને ચાલુ રાખ્યું હતું, જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

પૃથ્વી શોએ પણ ધમાકો કર્યો

આ મેચમાં પૃથ્વી શોએ પણ શાનદાર સદી ફટકારી હતી. મહારાષ્ટ્ર તરફથી રમતા, શોએ પ્રથમ ઈનિંગમાં 181 રન બનાવ્યા હતા. તેની સાથે અર્શીન કુલકર્ણીએ પણ શાનદાર સદી ફટકારી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 300થી વધુ રનની ભાગીદારી કરી હતી. જોકે, બંને બેટ્સમેન બીજી ઈ નિંગમાં નિષ્ફળ રહ્યા હતા. પૃથ્વી શોએ 22 રન બનાવ્યા હતા, જ્યારે કુલકર્ણી ફક્ત એક જ રન બનાવી આઉટ થયો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 28 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
હુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, જુઓ Video
હુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, જુઓ Video
ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર, જુઓ વીડિયો
છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">