AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યુ, શું છે મામલો, જાણો

હરભજન સિંહ પર હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ગમે તેમ બોલવાનું શરુ કર્યું છે. સોશિયલ મીડિયા પર ભારતીય પૂર્વ ક્રિકેટર વિશે અયોગ્ય શબ્દોમાં લખ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યું છે. તો બીજી તરફ પાકિસ્તાનનો બીજો ક્રિકેટર BCCI ને વિનંતી કરે છે કે, ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવામાં આવે.

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યુ, શું છે મામલો, જાણો
જાણો, શું છે મામલો
| Updated on: Jul 26, 2024 | 11:07 AM
Share

પાકિસ્તાનથી ખેલાડીઓ તરફથી અસભ્ય વર્તન કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે હવે હરભજન સિંહની સામે જાહેરમાં ગેરવર્તન કર્યું છે. એમ પણ કહેવાય છે કે, કેટલાકની દુકાન તો બસ આ રીતે ટીકા ટીપ્પણી કરીને જ ચાલે છે અને તેનાથી કમાણી કરી રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તનવીર અહેમદે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહ સાથે જાહેરમાં ગેરવર્તન કર્યું છે. તેણે અપશબ્દોનો સહારો ભજ્જી વિશે પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવા માટે લીધો છે. પાકિસ્તાનના ખેલાડીઓ પણ પોતાના દેશમાં ચાલી રહેલી અશાંતી તરફ ધ્યાન આપવાને બદલે ભારતીય ખેલાડીઓને અપશબ્દો બોલવામાં જ સમય વીતાવી રહ્યા હોય એમ લાગે છે.

તનવીરે હરભજનને શું કહ્યું?

તનવીરે સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર હરભજનને ગાળો આપી હતી. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભજ્જીને ગાળો આપતા ‘ઘટીયા’ વ્યક્તિ કહ્યો હતો. તનવીરે કહ્યુ હતુ કે, જો તે પોતે પાકિસ્તાની ખેલાડીઓને મળી રહ્યો છે, તો તે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની શા માટે ના પાડી રહ્યો છે. તનવીરે આ પ્રતિક્રિયા હરભજનના એક નિવેદનને લઈને આપી છે. જેમાં હરભજન સિંહે સુરક્ષાનું કારણ આપીને ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન મોકલવા ના કહી રહ્યો હતો.

હરભજને શું કહ્યું? જાણો

આ પહેલા IANSને આપેલા ઈન્ટરવ્યુમાં હરભજન સિંહને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં પૂર્વ ક્રિકેટર ભજ્જીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન શા માટે જાય. પાકિસ્તાનમાં પરિસ્થિતિ સારી નથી અને કંઈકના કંઈક ઘટનાઓ સતત બનતી રહે છે. જેના કારણે ભારતીય ટીમની સુરક્ષા માટે ખતરો રહેશે. તેથી, તે બીસીસીઆઈના પાકિસ્તાન ન જવાના નિર્ણય સાથે સંપૂર્ણ રીતે સહમત છે.

શોએબ મલિકે વિનંતી કરી હતી

તાજેતરમાં જ ક્રિકેટના ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે વિનંતી કરી છે. મલિકે વિનંતી કરતા ભારતીય ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફી માટે આવવા કહ્યું. શોએબ એ પોતાનો મત રજૂ કરતા કહ્યું હતુ કે, બંને દેશો વચ્ચેના રાજકીય મુદ્દાઓને અલગથી ઉકેલવા જોઈએ. રમતમાં રાજકારણ લાવવું યોગ્ય નથી. મલિકે કહ્યું કે પાકિસ્તાનના લોકો સારા છે, જો ભારતીય ખેલાડીઓ જશે તો તેમના માટે સારું રહેશે.

આ પણ વાંચો: ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">