AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : ટી20 વર્લ્ડકપમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે? 4 ટીમોએ ફક્ત 1 મેચ જીતી

T20 World Cup 2026ની શરુઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલા કઈ ટીમે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતી છે. તેના વિશે આપણે જાણીએ,4 ટીમોએ ફક્ત 1 મેચ જીતી છે.

T20 World Cup Breaking : ટી20 વર્લ્ડકપમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે? 4 ટીમોએ ફક્ત 1 મેચ જીતી
| Updated on: Feb 04, 2026 | 12:43 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ 7 ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરુઆત કરશે. આ ટૂર્નામેન્ટની પહેલી મેચ યુએસએ વિરુદ્ધ છે. ટીમ ઈન્ડિયા ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. કારણ કે, હત્ત ટૂર્નામેન્ટ પણ ટીમના નામે રહી હતી. હવે પોતાના દેશમાં એટલે કે, ઘર આંગણે ક્રિકેટમાં સારો અનુભવ રહ્યો છે.ચાલો જાણીએ કે, T20 વર્લ્ડ કપમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે. ઉપરાંત, જાણીએ કે કઈ ટીમોએ T20 વર્લ્ડ કપમાં ક્યારેય એકથી વધુ મેચ જીતી નથી.

T20 વર્લ્ડ કપમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી

ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ ભારતની છે. ટી20 વર્લ્ડકપમાં ભારતે સૌથી વધુ 36 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાની જીત સૌથી વધારે છે. ટીમ ઈન્ડિયાએ 70.6 ટકા મેચ પોતાને નામ કરી છે. બીજા નંબર પર શ્રીલંકાની ટીમ છે. જેમણે આ ટુર્નામેન્ટમાં 33 જીત સાથે 61.1 ટકા મેચ જીતી છે. સાઉથ આફ્રિકા 32 જીત સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ 30 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બંનેની જીતની ટકાવારી 63 ટકાથી વધુ છે.

પાકિસ્તાન-ઈંગ્લેન્ડનું આવું રહ્યું પ્રદર્શન

પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં 30 મેચ જીતી છે, જેમાં જીતની ટકાવારી 58.8 ટકા છે. ઇંગ્લેન્ડે 28 મેચ જીતી છે. વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુઝીલેન્ડે 25-25 મેચ જીતી છે. રસપ્રદ વાત એ છે કે, T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ ભારત સામે એક પણ મેચ હાર્યું નથી. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપમાં 12-12 મેચ જીતી છે. નેધરલેન્ડ્સે 10, ઝિમ્બાબ્વેએ 8, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડે 7-7 મેચ જીતી છે. નામિબિયાએ પણ 5 મેચ જીતી છે. નેપાળ અને યુએસએ 2-2 મેચ જીતી છે. કેનેડા, હોંગકોંગ, યુગાન્ડા અને યુએઈએ 1-1 મેચ જીતી છે.

T20 વર્લ્ડ કપ 2026 ખાસ

T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા યોજાઈ રહ્યો છે. આ વર્ષનો વર્લ્ડ કપ ખાસ છે. તે તેની છેલ્લી નવ સીઝનથી અલગ છે. કારણ એ છે કે પહેલીવાર 20 ટીમો વચ્ચે ક્રિકેટ સ્પર્ધા થઈ રહી છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર આટલી બધી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ યજમાન ટીમે ક્યારેય T20 વર્લ્ડ કપ જીત્યો નથી. કે કોઈ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન તેનું ટાઇટલ જાળવી શક્યું નથી. આ બંને બાબતો ભારત સાથે જોડાયેલી છે. તેમ છતાં, ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટના ચેમ્પિયન બનવાને લાયક છે. સરળ શબ્દોમાં કહીએ તો, ટીમ ઇન્ડિયા આ વખતે T20 વર્લ્ડ કપનો ઇતિહાસ બદલી શકે છે. તેની પાછળનું કારણ 20 ટીમોમાં સિક્સ મારવામાં તેનું નંબર વન સ્થાન છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. ભારતીય ટીમઅત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ પોતાને નામ કરી ચૂકી છે. અહી ક્લિક કરો

Follow Us
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામમાં જીવલેણ હુમલો, જુઓ Video
કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામમાં જીવલેણ હુમલો, જુઓ Video
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી
પાલનપુરમાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા
પાલનપુરમાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
g clip-path="url(#clip0_868_265)">