T20 World Cup: ધોનીની મેન્ટોરની ભૂમિકાથી ટીમ ઈન્ડીયાને આ પાંચ મહત્વના ફાયદા મળશે

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ હજુ સુધી ICC ટ્રોફી જીતવામાં સફળ થઈ શકી નથી. આવી સ્થિતીમાં ફરી એકવાર T20 વિશ્વકપને BCCIને ધોની (MS Dhoni)ની મદદ માર્ગદર્શક તરીકે લઈ જબરસ્ત તીર લગાવ્યુ છે.

T20 World Cup: ધોનીની મેન્ટોરની ભૂમિકાથી ટીમ ઈન્ડીયાને આ પાંચ મહત્વના ફાયદા મળશે
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 8:56 PM

આગામી T20 વિશ્વકપ (T20 World Cup)ને લઈને ભારતીય ટીમ (Team India)નું એલાન બુધવારે મોડી સાંજે કરવામાં આવ્યુ હતુ. વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ટીમ ઈન્ડીયાના 15 સભ્યોની ટીમને BCCI દ્વારા જાહેર કરવામાં આવી છે. સંતુલીત પસંદ કરવામાં આવેલી ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું યોગ્ય મિશ્રણ જોવા મળી રહ્યુ છે.

જેમાં શિખર ધવન (Shikhar Dhawan) જેવા ખેલાડીને બહાર રાખવા જેવા ચોંકાવનારા નિર્ણય પણ જોવા મળ્યા છે. આ સાથે જ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને મેન્ટોરની ભૂમિકા માટે પસંદ કરવાને લઈને પણ ફેન્સને ખુશ કરી દેતો નિર્ણય સામે આવ્યો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્રસિંહ ધોનીને T20 વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમ સાથે જોવામાં આવશે. વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમની રમતમાં પણ ધોનીનો પ્રભાવ જોવા મળશે. આ માટે જ ધોનીને ટીમના માર્ગદર્શક તરીકે જોડવામાં આવ્યા છે. ભારતીય ટીમને ધોનીને ટીમમાં આવવાથી મહત્વના પાંચ ફાયદાઓ મળી રહેશે.

ધોનીનો અનુભવ

ભારતીય ટીમના મેન્ટોર ધોની 98 આંતરરાષ્ટ્રીય T20 અને 211 આઈપીએલ મેચ રમી ચુક્યો છે. આ ઉપરાંત તે ભારતીય ટીમને 2007માં T20 વિશ્વકપ જીતાડવામાં સફળ રહ્યો હતો. આમ પણ ધોની મેચની કરવટ બદલવાની સ્થિતીને સારી રીતે પારખી જાણે છે. તે મેચને પલટવાના કિમીયાઓનો કાબેલ કેપ્ટન રહી ચુક્યો છે. જેના આ અનુભવના દમ પર ભારતીય ટીમ ફરી એકવાર T20 વિશ્વકપ જીતવા આગળ વધી શકે છે.

પ્લેઈંગ ઈલેવનની પસંદગી

બીસીસીઆઈએ 15 ખેલાડીઓની પસંદગી કરી છે, પરંતુ તેમાંથી રણનિતી સાથે કયા 11 ખેલાડીઓને મેદાને ઉતારવા તે સવાલનો જવાબ કઠીન હોય છે. આ દરેક મેચના હિસાબે ખેલાડીઓને અંતિમ ઈલેવનમાં સમાવાતા હોય છે. આમ કેપ્ટન તરીકે શ્રેષ્ઠ રણનિતીકાર ગણાતા ધોનીની રહસ્યમય નિર્ણય શક્તિનો લાભ અહીં પણ મળશે. તેનાથી મજબૂત અને સંતુલીત સ્કવોડ પસંદ કરવામાં મદદ મળશે.

બેટીંગ ઓર્ડર પર અસર

આઈસીસી જેવી મહત્વની ટૂર્નામેન્ટોમાં પણ ભારતીય ટીમમાં બેટીંગ ઓર્ડરને લઈને સમસ્યા જોવા મળી રહી છે. વર્ષ 2019ના વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમને નંબર ચારના સ્થાન માટે બેટીંગને લઈને સમસ્યા રહી હતી. ટીમ ઈન્ડીયામાં હવે એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે કોઈ પણ નંબરે સ્ફોટક બેટીંગ કરી શકે છે. તેમજ ઝડપથી રન બનાવી શકે છે. આવા ખેલાડીઓનો ઉપયોગ કયા નંબર પર કરવો તે પસંદ કરવુ મહત્વનું છે. જે પસંદગી માટે ધોનીની મહત્વની મદદ મળી રહેશે.

બોલીંગ રણનિતી

ધોની તેના કરિયરમાં બોલરોનો ઉપયોગ કેવી રીતે કરવો એ સારી રીતે દર્શાવી ચુક્યો છે. યુવા બોલરો પણ પોતાની સફળતામાં ધોનીના યોગદાનને અનેક વાર યાદ કરી ચુક્યા છે. આ બોલરોનો જ ઉપયોગ ધોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વકપમાં કરવામાં આવશે. આમ બોલીંગની ધાર વધુ તેજ બનાવી શકાશે.

ખેલાડીઓ અંગેની જાણકારી

જાહેર કરાયેલી ટીમના તમામ ખેલાડીઓના કૌશલ્ય અને તેમની શક્તિથી ધોની પુરી રીતે વાકેફ છે. ધોનીની ખાસિયત છે કે તે સામે વાળા અને પોતાના ખેલાડીઓની ખાસિયતોને બારીકાઈથી જાણકારી રાખે છે. ખેલાડીઓની નબળાઈ અને શક્તિ બંનેનો ધોનીને ખ્યાલ હોય છે. આ બાબત મેચ વિનીંગ માટે ખૂબ જ મહત્વની હોય છે.

આ પણ વાંચોઃ India’s T20 World Cup Squad: આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને હજૂ 5 જ મહિના થયા અને 4 મેચ રમી શિખર ધવનને પછાડી વિશ્વકપ રમશે આ નસીબદાર ખેલાડી

આ પણ વાંચોઃ Sabarkantha: વેક્સિનેશનમાં ગોલમાલ! મૃતને પણ રસીકરણ અને એક જ વ્યક્તિને 4 ડોઝ રસી, આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરુ કર્યો

g clip-path="url(#clip0_868_265)">