Video: આઝમ ખાન ફરી બન્યો મજાક, બાબર આઝમની પાછળ બેસીને કરતો હતો આ કામ

પાકિસ્તાનની ટીમ કોઈપણ સમયે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. તેના ખેલાડીઓનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે અને તેની ભારે ટીકા થઈ રહી છે. સૌથી મોટો ટાર્ગેટ આઝમ ખાન છે જે પોતાના વજનના કારણે સતત ટ્રોલ થઈ રહ્યો છે. હવે ફરી એકવાર આ ખેલાડી સોશિયલ મીડીયા પર ટ્રોલ થયો છે અને ફરીવાર તેની મજા બની છે.

Video: આઝમ ખાન ફરી બન્યો મજાક, બાબર આઝમની પાછળ બેસીને કરતો હતો આ કામ
Azam Khan & Babar Azam
Follow Us:
| Updated on: Jun 14, 2024 | 7:44 PM

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ખેલાડીઓનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી છે જેના કારણે હવે આ ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી ગમે ત્યારે બહાર થઈ શકે છે. આ જ કારણ છે કે બાબર આઝમ સહિત ઘણા બેટ્સમેન ટીકાકારોના નિશાના પર છે. જો કે, ટીકાનો સૌથી મોટો શિકાર તેનો વિકેટકીપર આઝમ ખાન છે જે તેના વધારે વજનના કારણે ટ્રોલ થઈ રહ્યો છે. શુક્રવારે આઝમ ખાનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે કંઈક ખાતા જોવા મળી રહ્યા છે અને કેમેરા જોતાની સાથે જ તેણે મોં હલાવવાનું બંધ કરી દીધું હતું.

આઝમ ખાનની ઉડી મજાક

આઝમ ખાનનો આ વીડિયો આગની જેમ વાયરલ થયો છે અને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં જ આઝમ ખાન અમેરિકામાં એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર બર્ગર ખાતો જોવા મળ્યો હતો. આ પછી ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ ટિપ્પણી કરી કે આઝમ ખાન વજન ઘટાડવા માટે બિલકુલ ગંભીર નથી. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને પૂર્વ ટીમ ડાયરેક્ટર મોહમ્મદ હાફીઝે તેના પર કોમેન્ટ કરી હતી. હવે ફરી એકવાર આઝમ ખાન કેમેરામાં કંઈક ખાતા જોવા મળ્યો. નવાઈની વાત એ છે કે જ્યારે તે કંઈક ખાઈ રહ્યો હતો ત્યારે બાબર આઝમ તેની સામે બેઠો હતો. કેમેરામાં કેદ થયા બાદ તે બાબરની પાછળ છુપાયેલો જોવા મળ્યો હતો.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની આરે

પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે છે. પાકિસ્તાને તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. જો કે આ મેચ પહેલા પાકિસ્તાન બહાર થઈ શકે છે. જો અમેરિકા આયરલેન્ડને હરાવશે તો પાકિસ્તાની ટીમ સુપર 8માં પ્રવેશી શકશે નહીં. જો આ મેચ વરસાદમાં ધોવાઈ જાય તો પણ પાકિસ્તાન બહાર થઈ જશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : વિરાટ કોહલી આગામી 3 મેચમાં 3 સદી ફટકારશે… શિવમ દુબેએ કોહલી પર મોટી વાત કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">