T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી
એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટશનીપમાં ભારતે 2007 માં પ્રથમ વખત T20 વિશ્વકપ જીત્યો હતો. પરંતુ ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ફરીથી આ ફોર્મેટમાં વિશ્વ વિજેતા નથી થઇ શકી.
મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, જોકે આ વાપસી એક ખેલાડી તરીકે નહીં પરંતુ માર્ગદર્શક તરીકે થઈ છે. BCCI એ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) માં રમાનારા ICC T20 વર્લ્ડ કપ-2021 (World T20-2021) માટે ધોનીને ટીમ ઇન્ડિયા (Team India) ના માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યો છે. આ ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે કારણ કે કોઈને પણ આવા નિર્ણયની અપેક્ષા નહોતી.
ધોનીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, હાલમાં તે IPL માં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. BCCI ના આ નિર્ણયની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમાં ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ છે.
ગંભીર ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2007 માં T20 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ સિવાય તે ધોનીની કેપ્ટનશીપમાં 2011 માં વનડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ એક ભાગ હતો અને ફાઇનલમાં શાનદાર ઇનિંગ તેણે રમી હતી.
ભૂમિકા નક્કિ કરાશે
ગંભીરે BCCI ના આ નિર્ણયની પ્રશંસા કરી છે અને મેન્ટર તરીકે ટીમમાં આવતા ધોનીની ભૂમિકા નક્કી થશે. મીડિયા રિપોર્ટનુસાર વાત કરતા ગંભીરે કહ્યું કે, એક સારી સ્ટોરી છે, પરંતુ મને ખાતરી છે કે ધોનીની ભૂમિકા નક્કી થશે કારણ કે તમારી પાસે મુખ્ય કોચ, સહાયક કોચ અને બોલિંગ કોચ છે. મને ખાતરી છે કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી જાણે છે કે તેમની પાસે શું છે તે સિવાય તેઓ શું ઇચ્છે છે. કારણ કે ભારત T20 ક્રિકેટમાં ખૂબ સફળ રહ્યું છે. એવું નથી કે ભારતે T20 ક્રિકેટમાં સંઘર્ષ કર્યો છે.
આ મામલે મળશે ફાયદો
ગંભીરે કહ્યું કે, મુશ્કેલ દબાણની પરિસ્થિતિમાં ધોનીની હાજરીથી ટીમને ફાયદો થશે. તેમણે કહ્યું, જો ભારત T20 માં સંઘર્ષ કરી રહ્યું હોત, તો તેમને બહારથી કોઈની જરૂર હોત. પરંતુ ધોનીનો અનુભવ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેની દબાણ સંભાળવાની માનસિકતા એ એક કારણ હોઈ શકે કે તેણે તેને માર્ગદર્શક તરીકે લેવો જોઈએ. સ્કિલની નજરથી તો નહી કારણ કે આ લોકો પાસે મેદાન પર જવાની અને સારી કામગીરી કરવાની બધી જ આવડત છે.
આ કદાચ દબાણની સ્થિતિને કેવી રીતે સંભાળવી કારણ કે ભારત નિર્ણાયક મેચોમાં નિષ્ફળ રહ્યું છે-ખાસ કરીને નોકઆઉટ મેચોમાં. તેથી, આવી સ્થિતિમાં ધોનીનો અનુભવ યુવા ખેલાડીઓ માટે ફાયદાનો સોદો બની શકે છે. તમારે યાદ રાખવું પડશે કે મોટાભાગના ખેલાડીઓ યુવાન લોકો છે.