T20 World Cup: ઋષભ પંત હવે પાકિસ્તાનના આ પૂર્વ કેપ્ટનને બેઅસર લાગે છે! તેના આગળ આવીને ફટકારવા પર કહી આ વાત

ઋષભ પંત (Rishabh Pant) ની ગણતરી તોફાની બેટ્સમેનોમાં થાય છે. જે ઝડપી રન બનાવે છે અને બોલરો માટે સમસ્યા ઉભી કરે છે.

T20 World Cup: ઋષભ પંત હવે પાકિસ્તાનના આ પૂર્વ કેપ્ટનને બેઅસર લાગે છે! તેના આગળ આવીને ફટકારવા પર કહી આ વાત
Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 9:17 PM

વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) રવિવારથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup-2021) માં જીત માટે પ્રબળ દાવેદાર બનવા જઈ રહી છે. ભારતની ટીમમાં રહેલા ખેલાડીઓ તાજેતરમાં IPL 2021 રમીને આવ્યા છે. ટીમના મોટાભાગના ખેલાડીઓએ સારો દેખાવ કર્યો છે. જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ (Salman Butt) ને લાગે છે કે ભારતીય ટીમમાં એક બેટ્સમેન છે, જે હવે પ્રિડીક્ટેબલ બની ગયો છે.

સલમાનના મતે, યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને વધુ પરિપક્વ બેટિંગ કરવાની જરૂર છે. સલમાને કહ્યું કે પંત કેવી રીતે બેટિંગ કરશે, તેનો અંદાજો હવે લગાવી શકાય છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે થી જ પોતાના અભિયાનની શરૂઆત કરશે. 24 ઓક્ટોબરે બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.

બટ્ટે એક સોશિયલ મીડિયા વિડીયો પર આ વાત કહી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે પંત પાકિસ્તાન અથવા અન્ય કોઈ ટીમ સામે મોટું ફેક્ટર બની શકે છે. સલમાને કહ્યું, અમે શું કહી શકીએ? તેનો મૂડ અચાનક બદલાય છે અને તે આગળ વધે છે અને ફટકારે છે. પરંતુ તે આમ સતત કરે છે. આમ અનેક વખત કરે છે, કે સામેની ટીમને ખ્યાલ આવે છે કે હવે તે આગળ જઈને મારવાનો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આગળ કહ્યુ કે, મને લાગે છે કે તે હવે થોડો પ્રિડીક્ટેબલ બની ગયો છે. તેથી તેણે હવે વધુ પરિપક્વતા સાથે બેટિંગ કરવાની જરૂર છે. તે ખૂબ જ પ્રતિભાશાળી છે. તેની પાસે ઘણાં શોટ છે. તે બે-ત્રણ બોલ પછી બહાર આવીને મારે છે અથવા ક્યારેક તે પ્રથમ બોલ પર પણ આમ કરે છે.

IPL 2021 આ રીતે છે

પંતે IPL 2021 માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી હતી. તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. શ્રેયસ ઐય્યરને સિઝન પહેલા ઈજા થયા બાદ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઐય્યરના પરત ફર્યા છતાં પણ તે કેપ્ટન રહ્યો હતો. તેણે તે સિઝનમાં બેટથી પણ સારો દેખાવ કર્યો હતો. પંતે 16 મેચમાં 419 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 128.52 હતો.

આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં તે 10 માં નંબરે હતો. હવે તે ભારતને બીજી વખત ટી20 વર્લ્ડ કપ વિજેતા બનાવવાનો પ્રયત્ન કરશે. પંતની ગણતરી તોફાની બેટ્સમેનોમાં થાય છે અને જો તેનું બેટ રમવા લાગે તો, બોલરો પર આફત આવવાનું નિશ્ચિત થઇ જાય છે.

આ પણ વાંચોઃ T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન ‘કિંગ’

આ પણ વાંચોઃ T20 World Cup: પ્રથમ મેચમાં જ કમાલ ! વિશ્વકપમાં જે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જ કરી શક્યા એ કામ ઓમાને કરી દેખાડ્યુ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">