AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન ‘કિંગ’

T20 વિશ્વકપ (T20 World Cup) હોય કે પછી IPL કે CPL દુનિયા ભરમાં T20 ક્રિકેટનો દબદબો બની ચૂક્યો છે. વિશ્વ વિક્રમ હવે T20 ક્રિકેટમાં પણ ઝડપ ભેર રચાવા લાગ્યા છે.

T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન 'કિંગ'
ભારત-પાકિસ્તાન મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની એ જ પીચ પર રમાવાની છે, જેના પર ધોની અને તેની CSK ટીમ આઈપીએલ 2021ના ચેમ્પિયન બન્યા હતા. જેના પર ધોની ચોથી વખત IPL ખિતાબ જીતવા માટે કેપ્ટન બન્યો. હવે જ્યારે ધોની તે પીચ પર ચેમ્પિયન બની ગયો છે તો સ્વાભાવિક છે કે તે તેના સમગ્ર હાવભાવથી વાકેફ હશે અને ટીમ ઈન્ડિયા માટે આનો ફાયદો જોશે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:43 PM
Share

આજથી T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની શરુઆત થઇ છે. ઓમાન અને UAE માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આયોજન હેઠળ વિશ્વકપ રમાઇ રહ્યો છે. T20 નુ ફોર્મેટ ક્રિકેટમાં આકર્ષણનુ કેન્દ્ર બની ચુક્યુ છે. ચાહે લીગ હોય કે આંતર રાષ્ટ્રીય ક્રિકેટ T20 ફોર્મેટની બોલબાલા છે. T20 વિશ્વકપ ઉપરાંત IPL અને CPL સહીતના લીગ આયોજન વિશ્વભરમાં આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે. આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા, વિકેટ લેનારા અને ટ્રોફી જીતનારાઓના રેકોર્ડ માટે પણ રોમાંચ રહેલો હોય છે.

એટલે જ હવે T20 ક્રિકેટના ફોર્મેટમાં વધુ રન બનાવનારા બેટ્સમેનોની બોલબાલા રહેતી હોય છે. આવુ જ વિકેટ ટેકર બોલરો માટે પણ આકર્ષણ હોય છે. આ બધામાં એવા કેપ્ટનનુ પણ ખૂબ મહત્વ રહેતુ હોય છે, જે બોલીંગ, બેટીંગ કે કીપીંગ કરવા ઉપરાંત ટીમને જીતાડવાની જવાબદારી બખૂબી નિભાવતા હોય છે. આ બાબતે પણ એમએસ ધોની વિશ્વમાં સૌથી અવ્વલ છે.

આ પહેલા એમએસ ધોની (MS Dhoni) અને રોહિત શર્મા (Rohit Sharma) બંને આ રેકોર્ડ પર બરાબરી પર હતા. પંરતુ આઇપીએલ 2021 ની સિઝન જીતી લઇને ધોની આ મામલે હવે સૌથી આગળ છે. ધોનીની ટીમ ચેન્નાઇ એ કોલકાતાને ગત શુક્રવારે દુબઇમાં આઇપીએલ 2021 ની ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન બન્યુ હતુ. આ સાથે જ ધોનીએ T20 ફોર્મેટમાં આ 8મી ટ્રોફી પોતાના હાથો વડે ઉંચકી છે.

રોહિત શર્મા હવે આ મામલે બીજા સ્થાને છે. તે આઇપીએલની ગત સિઝન દરમ્યાન ચેમ્પિયન બનતા જ તે 7 માં ક્રમે ધોનીની બરાબરી પર પહોંચ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર બીજા ક્રમે છૂટી ગયો છે. રોહિત અને ધોની બાદ આ મામલે શોએબ મલિક ત્રીજા ક્રમે છે.

આ કેપ્ટન પણ આ યાદીમાં છે સામેલ

પાકિસ્તાનનો આ ક્રિકેટર 5 વખત T20 ક્રિકેટમાં પોતાની આગેવાની હેઠળ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો છે. જ્યારે 4 નંબરના સ્થાન પર એક નહી પરંતુ ત્રણ ક્રિકેટરો કેપ્ટન તરીકે નોંધાયેલા છે. જેમાં ડ્વેન બ્રાવો, ઇમરાન નઝીર અને મશરફે મોર્ત્ઝા સામેલ છે. તેઓ પોતાની આગેવાનીમાંપોતાની ટીમોને 4-4 વખત ચેમ્પિયન બનાવાવમાં સફળ નિવડ્યા છે. વિરાટ કોહલી યાદીમાં ક્યાંય જલદી જોવા મળતો નથી. તે આઇપીએલની ટ્રોફી પણ તેની ટીમને એક પણ વખત જીતાડી શક્યો નથી.

આ પણ વાંચોઃ IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇનો ‘હિરો’ ઓરેન્જ કેપ જીતીને ઘરે પહોંચતા જ શાનદાર સ્વાગત કરાયુ

આ પણ વાંચોઃ IPL 2021: એમએસ ધોની સામે આવતા જ વેંક્ટેશ ઐય્યરની બોલતી બંધ થઇ ગઇ હતી બંધ, કહ્યુ, ધોનીને રુબરુ જોતા આવો રહ્યો અનુભવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">