IND vs PAK: બાબર આઝમે તમામ કામ છોડીને ભારતની મેચ જોઈ, શોધી કાઢી ટીમ ઈન્ડિયાની નબળાઈ!
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની શાનદાર જીત સાથે શરૂઆત કરી. રોહિત એન્ડ કંપનીએ આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારતની મેચ પર નજર રાખી હતી. આખી ટીમે આ મેચ જોઈ અને ટીમ ઈન્ડિયાની નબળાઈ પણ શોધી કાઢી છે.

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય ટીમે આયર્લેન્ડને એકતરફી રીતે 8 વિકેટથી હરાવ્યું હતું. રોહિતે ન્યૂયોર્કની મુશ્કેલ પિચ પર પણ સારી બેટિંગ કરી અને પંતે પણ ફરી એકવાર પોતાની તાકાત બતાવી. એ વાત સાચી છે કે વિરાટ અને સૂર્યકુમારે ફ્લોપ રહ્યા પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાની તૈયારી જોરદાર લાગી રહી છે. ખાસ કરીને બોલિંગ જોયા પછી એવું લાગે છે. જો કે, પાકિસ્તાનની પણ ટીમ ઈન્ડિયાની આ જીત પર નજર હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબર એન્ડ કંપનીએ ટીમ ઈન્ડિયાની આખી મેચ જોઈ છે અને તેમને ટીમ ઈન્ડિયાની નબળાઈ પણ શોધી કાઢી છે.
બાબરે ભારતની મેચ નિહાળી હતી
પાકિસ્તાનની ટીમ હાલ ડલાસમાં છે. પાકિસ્તાનને તેની પ્રથમ મેચ અમેરિકા સામે રમવાની છે પરંતુ તેમના ખેલાડીઓની નજર ન્યૂયોર્કમાં ચાલી રહેલી મેચ પર હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન સહિત સમગ્ર સહાયક સ્ટાફે ભારતની મેચ નિહાળી હતી અને ત્યારબાદ ન્યૂયોર્કની પિચ અને સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે પાકિસ્તાને ટીમ ઈન્ડિયાની કઈ નબળાઈ શોધી કાઢી?
શું છે ટીમ ઈન્ડિયાની નબળાઈ?
ટીમ ઈન્ડિયાની નબળાઈ શું છે? આ એક મોટો પ્રશ્ન છે. વિરાટ કોહલીએ IPLમાં 741 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ફોર્મ પકડ્યું છે. રિષભ પંત પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન છે. હાર્દિક પંડ્યાની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત દેખાય છે. બુમરાહ અને અર્શદીપ બંને અદ્ભુત બોલિંગ કરતા જોવા મળ્યા હતા અને સિરાજની લય પણ અદભૂત હતી.
ન્યૂયોર્કમાં પાકિસ્તાનને થશે ફાયદો!
ટીમ ઈન્ડિયાની કમજોરી બહુ દેખાતી નથી, પરંતુ પાકિસ્તાની ટીમ ન્યૂયોર્કની સ્થિતિનો સારો ઉપયોગ કરી શકે છે તે ચોક્કસ છે. ન્યૂયોર્કમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મોટી વાત એ છે કે બોલ લાંબા સમય સુધી સ્વિંગ થઈ રહ્યો છે. પાકિસ્તાન પાસે શાહીન આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ જેવા બોલરો છે જે દેખીતી રીતે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને મુશ્કેલીમાં મૂકી શકે છે.
આ પણ વાંચો : T20 World Cup2024 : રવિવારે છે ભારત પાકિસ્તાનની મેચ, બોલરોએ આયર્લેન્ડ સામે કરેલી આ ભૂલથી બચવું પડશે