Breaking News : T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશના રમવા અંગે ICC ની સૌથી મોટી જાહેરાત, જાણો શું કર્યું એલાન
2026 T20 વર્લ્ડ કપ વિવાદમાં ICC એ કડક નિર્ણય લીધો છે. ભારતમાં મેચ રમવાનો ઇનકાર કરતા બાંગ્લાદેશને ICC એ રસ્તો બતાવી દીધો છે..

2026 T20 વર્લ્ડ કપને લઈને ચાલતો વિવાદ હવે પૂર્ણવિરામ પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સત્તાવાર જાહેરાત કરીને બાંગ્લાદેશ ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનાર આ મહાકુંભમાં હવે બાંગ્લાદેશની જગ્યાએ નવી ટીમને સામેલ કરવામાં આવી છે.
ભારતમાં મેચ રમવાનો ઇનકાર પડ્યો ભારે
ICC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષા કારણોસર ભારતમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. BCB સતત માંગ કરી રહ્યું હતું કે તેમની મેચો ભારતની બહાર યોજવામાં આવે, પરંતુ ICC એ સ્પષ્ટ કર્યું હતું કે ટુર્નામેન્ટના નિયમો અનુસાર તમામ ટીમોને નિર્ધારિત સ્થળોએ રમવું ફરજિયાત છે. નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તેવો કડક અભિગમ ICC એ અપનાવ્યો.
ICC નો કડક નિર્ણય, BCB ને ઈમેઇલથી જાણ
બાંગ્લાદેશના અડગ વલણને કારણે ICC ને અંતે કડક નિર્ણય લેવો પડ્યો. ICC એ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાનો નિર્ણય કર્યો અને આ અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને ઈમેઇલ દ્વારા સત્તાવાર જાણ કરવામાં આવી હતી. આ નિર્ણય પછી હવે T20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
સ્કોટલેન્ડને મળી મોટી તક
બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. ICC ટીમ રેન્કિંગના આધારે સ્કોટલેન્ડની પસંદગી કરવામાં આવી હતી, કારણ કે તેઓ ક્વોલિફાયરમાંથી બહાર ગયેલી ટોચની ટીમ હતી. સ્કોટલેન્ડ હવે ગ્રુપ C નો ભાગ બન્યું છે, જેમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલી જેવી મજબૂત ટીમો પણ સામેલ છે.
સ્કોટલેન્ડનું મેચ શેડ્યૂલ અને ઇતિહાસ
સ્કોટલેન્ડ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડીઝ સામે મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ ઇટાલી સામે રમશે, જ્યારે 14 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મહત્વપૂર્ણ મુકાબલો યોજાશે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ સ્કોટલેન્ડ નેપાળ સામે રમશે. આ સ્કોટલેન્ડનો સાતમો T20 વર્લ્ડ કપ હશે. અગાઉની છ આવૃત્તિઓમાં સ્કોટલેન્ડે કુલ 22 મેચ રમી છે, જેમાંથી સાત મેચમાં જીત મેળવી છે. હવે આ વખતે ટીમ આ મોટી તકનો પૂરતો લાભ લેવાનો પ્રયાસ કરશે.
15 ચોગ્ગા-છગ્ગા… 48 કલાકમાં ખેલ ખતમ, ઈશાન કિશને તોડ્યો આ રેકોર્ડ, જુઓ ઇનિંગ
