T20 World Cup 2024 સુપર 8માં ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો

ટી20 વર્લ્ડકપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમે સુપર 8 માટે ક્વોલિફાય કરી લીધું છે. સુપર 8માં હવે ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 જૂનના રોજ રમશે.

T20 World Cup 2024 સુપર 8માં ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 10:20 AM

ટી20 વર્લ્ડકપનો હવે બીજા રાઉન્ડ શરુ થઈ ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી સુપર 8 માટે 5 ટીમ નક્કી થઈ ચુકી છે. 3 ટીમ સુપર 8 માટે રમશે, ત્યારે તમને જણાવી દઈએ કે,ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ , અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની ટીમ સુપર 8 માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. તો સુપર 8માં હવે ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 જૂનના રોજ રમશે. બીજી મેચ 22 જૂનના રોજ રમાશે ત્યારબાદ ત્રીજી મેચ 24 જૂનના રોજ રમાશે.સુપર 8 રાઉન્ડની મેચ 19 જૂનથી શરુ તશે. જે 24 જૂન સુધી ચાલશે.

ફાઈનલ મેચ 29 જૂનના રોજ

ત્યારબાદ સેમિફાઈનલ મેચ રમાશે. સેમિફાઈનલ 26 જૂનથી શરુ થશે. જે 27 જૂન સુધી રમાશે. ત્યારબાદ ફાઈનલ મેચ 29 જૂનના રોજ બારબાડોસમાં રમાશે.સુપર 8માં ભારતની મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી લાઈવ જોઈ શકશો. સુપર 8 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક અને સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પર થશે.

ભારતીય ટીમ માત્ર એક વખત ખિતાબ જીતી

તમને જણાવી દઈએ કે, સુપર 8માં ટીમને 4-4 સાથે બે ગ્રુપમાં રાખવામાં આવી છે. સુપર 8માં બંન્ને ગ્રુપની ટોપ 2 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. 2 સેમિફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમ ફાઈનલ મેચ રમશે. 29 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે.ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતીય ટીમ માત્ર એક વખત ખિતાબ જીતી છે. 2007માં ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો છે. તો હવે શું આ વખતે ટીમ ઈન્ડિયા ઈતિહાસ સર્જશે. એ જોવાનું રહેશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે આ છેલ્લો ટી20 વર્લ્ડકપ હોય તેમ કહી શકાય.

આજનું રાશિફળ તારીખ : 25-06-2024
વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?
IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે
મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોચ પર

ટી29 વર્લ્ડકપના ઈતિહાસમાં વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે 2 વખત ખિતાબ જીત્યો છે. ઈંગ્લેન્ડ 2010 અને 2022માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી. તો વેસ્ટઈન્ડિઝની ટીમ 2012 અને 2016માં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.ફ્લોરિડામાં વરસાદના કારણે ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ કરવામાં આવી હતી ટોસ પણ થઈ શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોચ પર રહી છે અને હવે તેનો સામનો 20 જૂને સુપર 8માં અફઘાનિસ્તાન સામે થશે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ શાહીન આફ્રિદી થયો ભાવુક, ચાહકો પાસેથી માંગ્યું સમર્થન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">