T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાનની મેચમાં જો વરસાદ આવ્યો તો કોણ જીતશે આ મેચ, જાણો

India vs Pakistan T20 World Cup Match:આજે ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા માટે 36000 સીટ વાળા નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ આખું ભરાઈ જવાની આશા છે અને ચુસ્ત બંધોબસ્ત પણ જોવા મળશે. તો આ પહેલા જાણી લઈએ કે, જો ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવ્યો તો મેચ કોણ જીતશે.

T20 World Cup 2024 :  ભારત-પાકિસ્તાનની મેચમાં જો વરસાદ આવ્યો તો કોણ જીતશે આ મેચ, જાણો
Follow Us:
| Updated on: Jun 09, 2024 | 10:09 AM

ગ્રુપ એની ભારત-પાકિસ્તાનની મેચ માટે ન્યુયોર્કનું નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ શાનદાર તૈયારી છે. ચાહકોની ભીડ નક્કી છે. બંન્ને ટીમ રમવા માટે પણ તૈયાર છે. આ મેચ શાનદાર રહેવાની છે કારણ કે, પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. જો આજની મેચ પાકિસ્તાન જીત્યું નહિ તો તેની મુશ્કિલી વધી શકે છે. ટીમ ઈન્ડિયાને પણ આ મેચ જીતવી જરુરી છે કારણ કે, પોઈન્ટ ટેબલમાં નંબર વન પર અમેરિકા છે.

150 વર્ષ પહેલા અમદાવાદ શહેરના રસ્તા અને ગટર વ્યવસ્થા કેવી હતી? જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 15-06-2024
મેલોનીએ જે ફોનથી PM મોદી સાથે લીધી સેલ્ફી જાણો કયો છે તે Phone અને શું છે કિંમત?
ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન

વરસાદ આવ્યો તો તેને રોકી શકાશે નહિ

ભારત-પાકિસ્તાનની મેચ છે એટલે ચુસ્ત બંધોબંસ્ત પણ જોવા મળશે. કે મેચમાં કોઈ અડચણ ઉભી ન થઈ શકે, પરંતુ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં જો વરસાદ આવ્યો તો તેને રોકી શકાશે નહિ, એવું પણ અનુમાન છે કે, 9 જુનના રોજ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં સવારના હવામાન સારું રહેશે નહિ વરસાદની શક્યતા છે. વેધર ફોરકાસ્ટ મુજબ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં સવારે વરસાદ થવાના 61 ટકા ચાન્સ છે. ભારતમાં આ મેચ રાતે 8 કલાકે જોવા મળશે પરંતુ અમેરિકામાં આ મેચ સવારે 10:30 કલાકે શરુ થશે. જો સવારે વરસાદ આવ્યો તો મેચમાં અડચણ આવી શકે છે.

જો વરસાદ આવ્યો તો

સૌથી મોટો પડકાર એ છે કે આ સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ વર્લ્ડ ક્લાસની નથી કારણ કે તે માત્ર એક થોડા સમય માટે સ્ટેડિયમ તરીકે બનાવવામાં આવ્યું છે. જો મેચ સંપૂર્ણપણે ધોવાઇ જાય છે, તો તે રદ કરવામાં આવશે કારણ કે લીગ તબક્કાની મેચોમાં કોઈ રિઝર્વ ડેનો નિયમ નથી. આવી સ્થિતિમાં ચાહકોને સંપૂર્ણ નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

પાકિસ્તાનને વધારે ફાયદો થશે

જો આવું થયું તો ફાયદો કોને થશે? બંન્ને ટીમને થોડો થોડો ફાયદો થશે. પાકિસ્તાનને વધારે ફાયદો થશે કારણ કે, આમ પણ તેને ભારત વિરુદ્ધ જીતવાના ચાન્સ ખુબ ઓછા છે. જો તેને 1 પોઈન્ટ મળે છે. તો આગામી 2 મેચમાં કેનેડા અને આયરલેન્ડને હરાવી સુપર-8માં સ્થાન બનાવી શકે છે. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાનો સવાલ છે તો તેને વધારે ફરક પડશે નહિ કારણ કે, આ બાદ ટીમ ઈન્ડિયાનો સામનો અમેરિકા અને કેનેડા સામે થશે, જ્યાં તેની મુશ્કિલી વધી શકે છે.

આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાન સામે વિરાટ-રોહિત કરશે ઓપનિંગ, યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ-11માં નહીં મળે સ્થાન!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">