AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : આ ટીમને વરસાદથી મોટો ફાયદો થશે, તો પાકિસ્તાનની ટીમનું સુપર-8નું સપનું તૂટી જશે

પાકિસ્તાનની ટીમે ટી20 વર્લ્ડકપ 2024માં અત્યારસુધી સારું પ્રદર્શન કર્યું નથી. ટીમે 3 મેચ રમી છે.જેમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. હવે વરસાદ પાકિસ્તાનની ટીમ માટે એક મોટું સંકટ ઉભુ કરી શકે છે.

T20 World Cup 2024 : આ ટીમને વરસાદથી મોટો ફાયદો થશે, તો પાકિસ્તાનની ટીમનું  સુપર-8નું સપનું તૂટી જશે
| Updated on: Jun 14, 2024 | 12:25 PM
Share

ટી20 વર્લ્ડકપ 2024માં ચાહકોને દરરોજ રોમાંચક મેચનો મુકાબલો જોવા મળી રહ્યો છે. હવે તમામ ટીમ સુપર-8માં ક્વોલિફાય કરવા માટે મહેનત કરી રહી છે. ગ્રુપ એથી ભારતીય ટીમ સુપર-8માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. તો પાકિસ્તાન અને યુએસએ મુશ્કેલીમાં મુકાઇ છે.

ટી20 વર્લ્ડકપમાં યુએસની ટીમે તમામ 3 મેચ રમી લીધી છે જેમાંથી 2માં જીત મેળવી છે. તેના 4 અંક છે. હવે સુપર-8માં ક્વોલિફાય કરવા માટે આયરલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે. જેનાથી 6 અંક થઈ જાય અને સુપર 8માં પહોંચી જાય પરંતુ હવે અમેરિકાની ટીમ મેચ રમ્યા વગર સુપર-8માં પહોંચવાનો ચાન્સ બની રહ્યો છે.

USA vs IRE મેચ પર વરસાદનો ખતરો

અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે 14 જૂન લોડરહિલ મેદાન પર મેચ ભારતીયસમય અનુસાર રાત્રે 8 કલાકે રમાશે પરંતુ આ મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. Accuweather અનુસાર, 14 જૂને લૉડરહિલમાં દિવસ દરમિયાન વરસાદની સંભાવના 99 ટકા સુધી છે. રાત્રે વરસાદની સંભાવના 88 ટકા છે.

આ સિવાય ભારે પવન અને વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે આ મેચ રદ થવાની પુરી શક્યતા છે. જો અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે આ મેચ રદ થઈ શકે છે. તો બંન્ને ટીમને એક-એક અંક આપવામાં આવશે. અમેરિકાના 5 અંક થઈ જશે અને તે ગ્રુપ-એમાંથી સુપર-8 માટે ક્વોલિફાય કરી લેશે.

પાકિસ્તાન માટે મોટું સકંટ

ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ માટે કાંઈ યોગ્ય થઈ રહ્યું નથી. ટીમે પોતાની શરુઆતની મેચમાં યુએસએ વિરુદ્ધ સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારત વિરુદ્ધ 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 3 મેચ બાદ 2 અંક છે.

પાકિસ્તાન પોતાની છેલ્લી મેચ આયરલેન્ડ વિરુદ્ધ રમવાની છે પરંતુ જો અમેરિકા અને આયરલેન્ડ વિરુદ્ધ મેચ રદ થાય છે તો પાકિસ્તાનની ટીમ સુપર-8માં ક્વોલિફાય કરવાનું સપનું તુટી જશે. કારણ કે, પાકિસ્તાનની ટીમ પોતાની છેલ્લી મેચ જીતી 4 અંક સુધી પહોંચી જશે.

પાકિસ્તાનની આશા

સુપર-8માં પહોંચવા માટે પાકિસ્તાની ટીમે તેની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ ઉપરાંત એવી પણ પ્રાર્થના કરવી પડશે કે આયર્લેન્ડ વિ અમેરિકા મેચમાં વરસાદ ન આવે અને આ મેચ સંપૂર્ણ રીતે રમાય.

આ પણ વાંચો : T20 World Cup 2024: શ્રીલંકાની ટીમ પૂરમાં ફસાઈ, ફ્લોરિડાથી આવ્યા ચોંકાવનારા સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">