AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Pakistan: મેલબોર્ન પહોંચી ટીમ ઈન્ડિયા, એરપોર્ટ પર ભારતીય ટીમનુ જબરદસ્ત ઉત્સાહ સાથે સ્વાગત

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં ભારત તેની પ્રથમ મેચ રવિવારે મેલબોર્નમાં પાકિસ્તાન સામે રમશે. અગાઉ રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમે બ્રિસબેનમાં પ્રેક્ટિસ કરી હતી.

India Vs Pakistan: મેલબોર્ન પહોંચી ટીમ ઈન્ડિયા, એરપોર્ટ પર ભારતીય ટીમનુ જબરદસ્ત ઉત્સાહ સાથે સ્વાગત
Team India રવિવારે પાકિસ્તાન સામે મેદાને ઉતરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:43 AM
Share

રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ હાઈ-વોલ્ટેજ મેચ માટે ટીમ ઈન્ડિયા (Team India) આગલા દિવસે મેલબોર્ન પહોંચી છે, જ્યાં તેના ચાહકોએ શાનદાર સ્વાગત કર્યું હતું. વર્લ્ડ કપમાં, બંને ટીમો છેલ્લે 2021 T20 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી, જ્યાં પાકિસ્તાને 10 વિકેટથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. હવે ભારત પાસે પાકિસ્તાન (India Vs Paikistan) ને હરાવીને વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરવાની તક છે.

આ મોટી મેચ પહેલા ભારતીય ચાહકોએ મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર કેપ્ટન રોહિતની ટીમના વિજય તિલકને ચાહકોએ અલગ રીતે કર્યું. ચાહકોએ મેદાનની કેક કાપીને કેપ્ટનને મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન સમગ્ર એરપોર્ટ ભારત-ભારતના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ફેન્સ સાથે ફોટો પડાવ્યો.

IND vs PAK મેચ પર વરસાદનુ સંકટ

આખી દુનિયાની નજર આ મેચ પર છે, પરંતુ આ મેચને લઈને દરેકના મનમાં હવામાનને લઈને ડર છે. મેચ પર ભારે વરસાદનુ સંકટ તોળાઈ રહ્યુ છે. વાસ્તવમાં રવિવારે મેલબોર્નમાં વરસાદની આગાહી છે. ઓસ્ટ્રેલિયા સરકારના હવામાન વિભાગ અનુસાર, રવિવારે 80 ટકા વરસાદની સંભાવના છે અને વરસાદ માત્ર સાંજને જ પરેશાન કરી શકે છે.

ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનમાં હતી

વાસ્તવમાં ટીમ ઈન્ડિયા બ્રિસબેનમાં હતી, જ્યાં તેણે વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચ રમી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 6 રને જીતી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વોર્મ-અપ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

એશિયા કપમાં 2 વખત આમને સામને થયા

ભારત અને પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2022માં પણ બે વખત એકબીજા સામે રમી હતી. જ્યાં બંનેએ એક-એક વખત મેચ જીતી હતી. જ્યારે ભારત ગ્રુપ સ્ટેજમાં જીત્યું હતું, જ્યારે સુપર 4માં પાકિસ્તાનનો પરાજય થયો હતો.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">