T20 World Cup Final: ઓસ્ટ્રેલિયા જીતે કે ન્યુઝીલેન્ડ, T20 ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન, મેદાન પણ રચશે ઇતિહાસ

T20 World Cup Final: ઓસ્ટ્રેલિયા જીતે કે ન્યુઝીલેન્ડ, T20 ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન, મેદાન પણ રચશે ઇતિહાસ
New Zealand Vs Australia

જો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ફરીથી ફાઇનલમાં પહોંચી છે તો તેની પાસે પ્રથમ વખત ઝડપી ફટાફટ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. જ્યારે તેની સામે ન્યૂઝીલેન્ડની સામે હશે, જે પણ પ્રથમ વખત T20માં વર્લ્ડ ચેમ્પિયન બનવાથી બસ અક કદમ દૂર છે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Nov 13, 2021 | 7:27 PM

કોરોના મહામારીને કારણે લગભગ એક વર્ષ જેટલો વિલંબીત ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand Vs Australia) વચ્ચે 14 નવેમ્બરને રવિવારે રમાશે. ખિતાબની લડાઈમાં પરિણામ જે પણ આવે, ક્રિકેટ જગતે નવો વર્લ્ડ ચેમ્પિયન મેળવવાનો નિર્ણય લીધો છે. 11 નવેમ્બરની રાત્રે રમાયેલી બીજી રોમાંચક સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીએ શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં અજેય પાકિસ્તાન (Pakistan) ની ટીમને હરાવી હતી.

જો કે ઓસ્ટ્રેલિયા બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે પરંતુ તેની પ્રથમ ટાઇટલ જંગમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, તેની પાસે તેના બીજા પ્રયાસમાં પ્રથમ વખત ટાઇટલ ઉપાડવાની તક હશે.

આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની જેમ, ન્યુઝીલેન્ડની ટીમ હજી સુધી આ ખિતાબ જીતી શકી નથી. કારણ કે કીવી ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ન્યુઝીલેન્ડે પ્રથમ સેમીફાઈનલમાં ખિતાબના પ્રબળ દાવેદાર ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ જીત સાથે, ન્યુઝીલેન્ડે 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેની હારનો હિસાબ કર્યો હતો. હવે કિવી ટીમ 5 મહિનામાં તેના બીજા વિશ્વ ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. ટીમે આ વર્ષે જૂનમાં ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી.

નવી ટીમ, નવું શહેર અને નવું મેદાન – T20 ને નવો ચેમ્પિયન મળશે

2007થી શરૂ થયેલા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 5 ટીમોને ટાઈટલ જીતવાનો મોકો મળ્યો છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝને સૌથી વધુ 2 વખત (2012 અને 2016) અને ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમોને તક 1-1 વખત મળી છે. હવે એ નિશ્ચિત છે કે આ વખતે આ યાદીમાં વધુ એક નવું નામ ઉમેરાશે.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં જો કોઈ નવી ટીમ ચેમ્પિયન બનવા જઈ રહી છે, તો આ દરમિયાન વધુ એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અને તે એક રેકોર્ડ હશે કે નવું શહેર, નવું સ્ટેડિયમ કે નવું મેદાન નવા વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત કરશે. ખાસ વાત એ છે કે છેલ્લી 6 વર્લ્ડ કપ મેચમાં 6 અલગ-અલગ શહેરો અને અલગ-અલગ સ્ટેડિયમમાં ચેમ્પિયન ટીમ જોવા મળી હતી.

સૌથી પહેલા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરે 2007માં ક્રિકેટ જગતને નવો ચેમ્પિયન આપ્યો હતો. પછી વારો આવ્યો લંડન (2009), બ્રિજટાઉન (2010), કોલંબો (2012), ઢાકા (2014), કોલકાતા (2016) અને હવે આ યાદીમાં દુબઈ (દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)નો સમાવેશ થવા જઈ રહ્યો છે.

પડોશી ટીમો વચ્ચે વધુ એક ટાઇટલ નો જંગ

ટાઈટલ મેચ પહેલા વધુ એક વાત. 14 વર્ષના T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ત્રીજી વખત બનશે જ્યારે બે પડોશી દેશો ટાઈટલની લડાઈમાં સામસામે આવી રહ્યા છે. પડોશી દેશો વચ્ચે ફાઈનલ મેચ 2007ના પ્રથમ વર્લ્ડ કપથી શરૂ થઈ હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી અને કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને હરાવીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

2007 પછી, 2014 વર્લ્ડ કપમાં આવી જ સ્થિતીનુ પુનરાવર્તન થયું હતુ. બાંગ્લાદેશમાં આયોજિત પાંચમા વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકાની ટીમો ફાઇનલમાં પહોંચી હતી. ભારત બીજી વખત અને શ્રીલંકા ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતુ. જો કે, ઢાકામાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને શ્રીલંકાની સામે માત્ર 131 રનનો જ ટાર્ગેટ આપી શકી હતી. જેમાં શ્રીલંકાની ટીમે 18મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધું હતું. શ્રીલંકાએ પોતાના ત્રીજા પ્રયાસમાં વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતુ.

આ પણ વાંચોઃ T20 World Cup: ન્યુઝીલેન્ડના ક્રિકેટરોની પત્નિઓની ખૂબસુરતી જ નહી પરંતુ તેમનુ કામ પણ બોલે છે, જાણો આ સુંદર ચેહરાઓનો દમ

આ પણ વાંચોઃ Sports Awards 2021: નીરજ ચોપરા, મનપ્રીત સિંહ, મિતાલી રાજને મળ્યો Khel Ratna Award

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati