AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ઝાડ પર ચડેલા ચાહકે કેમેરામાં શું કર્યું ક્લિક? વીડિયો સામે આવ્યો, વિરાટની પ્રતિક્રિયા જોવા જેવી હતી

મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરીપરેડમાં હજારો ચાહકો હાજર રહ્યા હતા. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. આ દરમિયાન એક પ્રશંસક ઝાડ પર ચડી ગયો અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પોતાના કેમેરામાં કેદ કરી લીધા. આ ફેનના કેમેરામાં કેદ થયેલો વીડિયો હવે સામે આવ્યો છે.

Video: ઝાડ પર ચડેલા ચાહકે કેમેરામાં શું કર્યું ક્લિક? વીડિયો સામે આવ્યો, વિરાટની પ્રતિક્રિયા જોવા જેવી હતી
Team India Victory Parade
| Updated on: Jul 05, 2024 | 6:10 PM
Share

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનાર ટીમ ઈન્ડિયાનું દેશમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની એક ઝલક જોવા માટે ચાહકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં વિક્ટરી પરેડ પણ યોજી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં વિક્ટરી પરેડ કરી હતી. આ દરમિયાન હજારો ચાહકો હાજર રહ્યા હતા. પરંતુ એક ચાહકે બધાનું ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને નજીકથી જોવા માટે આ ફેન ઝાડ પર ચઢી ગયો હતો. આ ફેન્સ આ ખાસ ક્ષણને પોતાના કેમેરાથી કેદ કરી રહ્યો હતો. આ ફેન્સે પોતાના કેમેરામાં કેદ કર્યું તે હવે સામે આવ્યું છે.

ઝાડ પર ચડતા ચાહકે શું કર્યું કેમેરામાં કેદ?

આ ક્રિકેટ ફેને પોતાના કેમેરામાં જે કેદ કર્યું તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિક્ટરી પરેડ દરમિયાન આ ફેન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સૌથી નજીક હતો. આ ફેનને સૌથી પહેલા વિરાટ કોહલીએ જોયો હતો, ત્યારબાદ તેણે રવીન્દ્ર જાડેજાને આ ફેનને જોવાનું કહ્યું હતું. જાડેજાએ પણ આ ફેનને જોઈ હાથ કરી અભિવાદન કર્યું હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પ્રતિક્રિયા જોવા જેવી હતી.

કેપ્ટન રોહિત શર્મા આશ્ચર્યચકિત થઈ ગયો

આ ફેનને ઝાડ પર ચડતા જોઈને ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન રોહિત તેને ઝાડ પરથી નીચે ઉતરવાનું સૂચન કરતો જોવા મળ્યો હતો. આ વિક્ટરી પરેડમાં ભારે ભીડ જોવા મળી હતી, ચારેબાજુ ક્રિકેટ ચાહકો જોવા મળ્યા હતા. પરંતુ આ આ ફેન ભીડમાંથી અલગ થઈ ગયો અને આ તેનો વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

ટીમ ઈન્ડિયા આ દિવસને હંમેશા યાદ રાખશે

ભારતીય ટીમે 11 વર્ષ બાદ ICC ટાઈટલ જીત્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે ટીમ ભારત પરત ફરી, ત્યારે દરેક જગ્યાએ ચાહકો ટીમના સ્વાગત માટે ઉભા હતા. મુંબઈમાં ભારતીય ખેલાડીઓની વિક્ટરી પરેડ યોજાશે તેવા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ચાહકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. આ પછી ટીમ ઈન્ડિયા વાનખેડે સ્ટેડિયમ પહોંચી. BCCIએ વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કર્યું હતું.

આ પણ વાંચો: Video: PM મોદીની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથેની સમગ્ર વાતચીત પહેલીવાર આવી સામે, જાણો કોણે શું કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">