Sunrisers Hyderabad, IPL 2022: કેન વિલિયમસની સનરાઇઝર્સ હૈદરાબાદ સંપૂર્ણ બદલાઇ ગઇ છે, બીજી વાર વિજેતા બનવા કમ નથી દમ

Sunrisers Hyderabad Preview: કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 29 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે સિઝનની પ્રથમ મેચ રમશે.

Sunrisers Hyderabad, IPL 2022: કેન વિલિયમસની સનરાઇઝર્સ હૈદરાબાદ સંપૂર્ણ બદલાઇ ગઇ છે, બીજી વાર વિજેતા બનવા કમ નથી દમ
Kane Williamson ની આગેવાનીમાં મેદાને ઉતરશે SRH
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:49 AM

જ્યારે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) મેદાન પર આવતી ત્યારે ચાહકોને ઘણીવાર 140 કે 150 રનનો સ્કોર જોવા મળતો અને પછી તે પોતાની બોલિંગના જોરે વિરોધીને હરાવવાનો પ્રયાસ કરતી. હૈદરાબાદની બોલિંગ હંમેશા શાનદાર દેખાતી હતી અને બેટિંગ નબળી હતી, પરંતુ હવે આ ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2022 માં પોતાનો દેખાવ અને વિચાર બદલી નાખ્યો છે. કેન વિલિયમસન (Kane Williamson), અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને જાળવી રાખનારી આ ટીમે હરાજીમાં એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા જેઓ મેચને પળવારમાં ફેરવી નાખવાની શક્તિ ધરાવે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલિત દેખાઈ રહ્યું છે. તેની પાસે સારા ઓલરાઉન્ડર પણ છે પરંતુ આ ટીમની બેટિંગ શક્તિ પહેલા કરતા વધુ વધી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 29 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ રમશે, પરંતુ તે પહેલા જાણી લો કે આ ટીમની તાકાત, નબળાઈ શું છે અને તેના મોટા મેચ વિનર કોણ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની તાકાત

સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે કેન વિલિયમસનનો અનુભવ છે, તેથી હવે આ ટીમમાં અભિષેક શર્મા, નિકોલસ પૂરન, રાહુલ ત્રિપાઠી જેવા યુવા ખેલાડીઓનો ઉત્સાહ પણ આવ્યો છે. રોમારિયો શેફર્ડ, માર્કો યાનસન જેવા બોલર ટીમમાં આવ્યા છે. શોન એબોટ, ભુવનેશ્વર કુમારની સ્વિંગ આ ટીમને ઘણી તાકાત આપે છે. ટી નટરાજન, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ પણ ટીમને તાકાત આપે છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આ ટીમને ઘણી તાકાત આપી રહ્યો છે. તે પાવરપ્લેમાં બોલિંગ કરી શકે છે અને મિડલ ઓર્ડરમાં તેની બેટિંગ ટીમને ઘણી કામમાં આવશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સનરાઇઝર્સ હૈદરાબાદની નબળાઇ

ટીમે નિકોલસ પૂરન જેવા ખેલાડીને ખરીદ્યો છે, પરંતુ છેલ્લી સિઝનમાં વિન્ડીઝનો વાઇસ કેપ્ટન ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. જ્યાં સુધી પૂરન આઈપીએલમાં નહીં રમે ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ટીમનું બેટિંગ કોમ્બિનેશન કેવું રહેશે તે પણ જોવાનું રહેશે. માનવામાં આવે છે કે અભિષેક શર્મા આ ટીમ માટે ઓપનિંગ કરશે. મિડલ ઓર્ડરમાં અબ્દુલ સમદ પણ હશે. આવી સ્થિતિમાં આ ટીમ યુવા ખેલાડીઓ પર વધુ નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે. આ ટીમમાં કેન વિલિયમસન સિવાય કોઈ મોટું નામ નથી. ઉમરાન મલિક બોલિંગમાં ઝડપ ધરાવે છે પરંતુ અનુભવ નહિવત છે.

સનરાઇઝર્સ હૈદરાબાદનું ટ્રમ્પ કાર્ડ

હૈદરાબાદની સફળતાનો આધાર વિલિયમસનના ફોર્મ પર રહેશે. જો નિકોલસ પૂરન ચાલી જશે તો તે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી જશે. બોલિંગમાં આ ટીમ ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસન, ટી નટરાજન પર ખૂબ નિર્ભર રહેશે. સ્પિન બોલરોમાં શ્રેયસ ગોપાલ, જગદીશ સુચિત પર નજર રહેશે.

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન

વર્ષ 2013માં અસ્તિત્વમાં આવેલી આ ટીમ અત્યાર સુધીમાં ચાર વખત પ્લેઓફમાં પહોંચી છે અને એક વખત ચેમ્પિયન બનવાનું સૌભાગ્ય મેળવ્યું છે. જોકે, ગત સિઝનમાં સનરાઇઝર્સ છેલ્લા સ્થાને રહી હતી. 2019 અને 2020માં આ ટીમ ચોથા અને ત્રીજા સ્થાને રહી હતી. 2018ની ફાઇનલમાં હૈદરાબાદને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે 2016માં આઈપીએલ જીતી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), અબ્દુલ સમદ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, નિકોલસ પૂરન, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, જગદીશ સુચિન, એડન માર્કરમ, માર્કો યાન્સન, રોમારિઓ શેફર્ડ, શોન એબોટ, આર સમર્થ, સૌરભ દુબે, શશાંક સિંઘ, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, ફઝલક ફારૂકી.

આ પણ વાંચોઃ Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચોઃ WWC 2022: વડોદરાની યુવતીનો કમાલ ! વિશ્વકપમાં ધમાલ મચાવનારી મહિલા ક્રિકેટર પંડ્યા બ્રધર્સને હંફાવી બેટીંગ શીખી હતી

g clip-path="url(#clip0_868_265)">