T20 વર્લ્ડ કપ 2022ની સુપર 12 મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં રોહિત શર્માની ટીમે છેલ્લા બોલ પર લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકતી જતી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ હાર્દીક પંડ્યાના સહયોગથી વિરાટ કોહલી (Virat Kohli) અંત સુધી ક્રિઝ પર રહ્યો અને ભારતને જીત અપાવી. ભારતની આ જીતથી ભારતીય ચાહકોને એક દિવસ પહેલા જ ધામધૂમપૂર્વક દિવાળી ઉજવવાની તક મળી.
આ જીત બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વિટ કરીને બધાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. જેના પર એક પાકિસ્તાની પ્રશંસકે સુંદર પિચાઈને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પિચાઈની સામે તેની એક પણ ના ચાલી. પિચાઈનો જવાબ સાંભળીને ચાહકોએ કહ્યું કે સુંદર બેટિંગ.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family. 🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
દિવાળીની શુભેચ્છા પાઠવતા પિચાઈએ કહ્યું કે તેઓ ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચેની મેચની છેલ્લી 3 ઓવર ફરીથી જોઈને દિવાળીની ઉજવણી કરશે. ભવ્ય મેચ અને વિરાટ પ્રદર્શન હતું. પિચાઈની આ પોસ્ટ પર એક પાકિસ્તાની પ્રશંસકે પિચાઈને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તમારે મેચની પ્રથમ 3 ઓવર જોવી જોઈએ.
પછી તો પુછવું જ શું ગૂગલના સીઈઓએ પોતાના શાનદાર જવાબથી ટ્રોલરની ધોલાઈ કરી નાખી. પિચાઈએ અર્શદીપની ભયાનક બોલિંગની યાદ અપાવી. ગૂગલના સીઈઓએ કહ્યું કે તેમણે શરુઆતની પ્રથમ 3 ઓવર પણ જોઈ છે. ભુવનેશ્વર કુમાર અને અર્શદીપે ખુબ જ સારો સ્પેલ નાખ્યો છે, તેમના આ જવાબ પર એક પ્રશંસકે લખ્યુ કે સુંદર પિટાઈ.
Did that too:) what a spell from Bhuvi and Arshdeep
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
મેચની વાત કરીએ તો અર્શદીપે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. આ સિવાય મોહમ્મદ રિઝવાન અને આસિફ અલીને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા. બીજી તરફ, ભુવીએ સૌથી વધુ કરકસરયુક્ત બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી.