AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100મી ટેસ્ટ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથની લીધી ટેસ્ટ, જુઓ Video

સ્ટીવ સ્મિથની 100મી ટેસ્ટ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની ટેસ્ટ લીધી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

100મી ટેસ્ટ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથની લીધી ટેસ્ટ, જુઓ  Video
Steve Smith
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:06 AM
Share

સ્ટીવ સ્મિથની સામે તેના ઘણાબધા બેટ મૂકવામાં આવ્યા હતા અને તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેને તેના બેટ્સને માત્ર સ્પર્શ કરીને તેણે ઓળખી લીધા હતા.

સ્મિથની 100મી ટેસ્ટ

સ્મિથની 100મી ટેસ્ટ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની ટેસ્ટ લીધી હતી. જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સ્ટીવ સ્મિથની આંખે પટ્ટી બાંધવામાં આવી હતી અને પછી તેને પોતાની જ બેટ કયા નંબરની છે તે સવાલ પૂછવામાં આવ્યો હતો.  તેની આંખો પર પટ્ટી બાંધેલી હોવા છતાં તે દરેક બેટને સ્પર્શ કરીને ઓડખી બતાવે છે.

સ્મિથે આંખો બંધ કરી પરીક્ષા પાસ કરી

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનનું કહેવું છે કે તે તેના દરેક બેટને ટચ કરીને જ ઓળખી લે છે. સ્મિથ તેના તમામ બેટને નંબર આપે છે. નેટ્સ માટે અલગ, મેચ માટે અલગ, બિગ બેશ લીગ માટે અલગ બેટ તેની પાસે છે. બધા બેટ એકસરખા દેખાય છે, પરંતુ સ્મિથ તેના હાથને સ્પર્શ કરીને તેમની વચ્ચેનો તફાવત જાણે છે. તે કહે છે કે દરેક બેટમાં હંમેશા થોડો તફાવત હોય છે. તેઓ દરેક બેટથી થોડું અલગ અનુભવે છે. તે હંમેશા પોતાની સાથે લગભગ 10 બેટ રાખે છે.

સ્મિથ બેટ પર લખે છે નંબર

સ્મિથનું કહેવું છે કે તે નેટ્સમાં નક્કી કરે છે કે આગલી મેચમાં કયા બેટથી મેદાન પર સારી બેટિંગ કરી શકશે. એટલા માટે તે તેના દરેક બેટ પર નંબર લખે છે. જેથી તે જાણી શકે કે તેણે કયા બેટથી રમવાનું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેના હાથમાં તેનું બેટ આપવામાં આવ્યું હતું, જેનાથી તેણે ઓળખવાનું હતું કે તે કયા નંબરની બેટ છે.

આ પણ વાંચો : IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન

21 નંબરનું બેટ છે ખાસ

તે ઘણીવાર નેટમાં 24 નંબરના બેટનો ઉપયોગ કરે છે. સ્મિથ સફેદ બોલના ક્રિકેટમાં 23 નંબરના બેટનો ઉપયોગ કરી શકે છે. બેટ નંબર 21 તેના માટે ખૂબ જ ખાસ છે. તેણે છેલ્લે આ બેટનો ઉપયોગ ભારતમાં એક ODI મેચમાં કર્યો હતો અને તેમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. સ્મિથ કહે છે કે તે કદાચ તે બેટને ફરીથી શેલ્ફમાં મૂકી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">