AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી સાથે થયો મોટો અકસ્માત, દરિયાના ઉછળતા મોજામાં માંડ-માંડ બચ્યો જીવ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી સાથે પુરી બીચ પર એક મોટા અકસ્માત થયો હતો. પુરી બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી દરમિયાન આ ઘટના બની હતી, જેમાં માંડ-માંડ તેમનો જીવ બચ્યો હતો.

સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી સાથે થયો મોટો અકસ્માત, દરિયાના ઉછળતા મોજામાં માંડ-માંડ બચ્યો જીવ
Sourav GangulyImage Credit source: PTI
| Updated on: May 26, 2025 | 6:02 PM
Share

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી એક મોટા અકસ્માતનો ભોગ બન્યા હતા. સદનસીબે, આ અકસ્માતમાં તેમનો જીવ માંડ-માંડ બચ્યો હતો. આ અકસ્માત સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ અને તેમની ભાભી અર્પિતા સાથે પુરીમાં થયો હતો, જ્યાં દરિયાના ઉછળતા મોજામાં તેમની સ્પીડબોટ દરિયામાં પલટી ગઈ હતી, ત્યારબાદ માછીમારો અને ત્યાં હાજર લોકોએ તેમનો જીવ બચાવ્યો હતો.

બોટમાં સવાર બધા લોકો બચી ગયા

દરિયાઈ મોજાની ઝપેટમાં આવીને પલટી ગયેલી બોટમાં કુલ ચાર પ્રવાસીઓ હતા. આ ચાર પ્રવાસીઓમાં બે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી હતા. સદનસીબે આ અકસ્માતમાં ચારેય પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી બોટમાં હતા

આ ઘટના શનિવારે સાંજે લાઈટહાઉસ પાસે બની હતી. જોરદાર મોજા સાથે અથડાયા બાદ સ્પીડબોટ તેનું સંતુલન ગુમાવી બેઠી અને પલટી ગઈ. મીડિયા સાથે વાત કરતા સૌરવ ગાંગુલીના ભાભી અર્પિતાએ કહ્યું, ‘ભગવાનની કૃપાથી, અમે બચી ગયા. હું હજુ પણ આઘાતમાં છું. આવું ન થવું જોઈએ અને દરિયામાં સ્પોર્ટ્સ ગેમ્સ અને એક્ટિવિટીનું યોગ્ય રીતે નિયમન થવું જોઈએ. કોલકાતા પાછા ફર્યા પછી, હું પુરીના એસપી અને ઓડિશાના મુખ્યમંત્રીને પત્ર લખીશ.

સ્નેહાશિષ બંગાળ માટે રમી ચૂક્યા છે

બંગાળના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ રણજી ટ્રોફીમાં બંગાળ માટે 59 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 2534 રન બનાવ્યા છે અને બે વિકેટ લીધી છે.

આ પણ વાંચો: IND vs ENG : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામે 1 મેચ રમવા માટે કેટલા પૈસા મળશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">