Happy Birthday: સૌરવ ગાંગુલીએ પરિવાર સાથે સાદગીથી મનાવ્યો જન્મદિવસ, જુઓ Video
8 જુલાઈના રોજ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેમનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો. દાદાના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એકદમ સાદગીથી જન્મદિવસની ઉજવણી કરી હતી.
BCCIના પૂર્વ અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના મહાન કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાનો 51મો જન્મદિવસ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે પરિવાર સાથે તેમના ઘરે મનાવ્યો હતો. ગાંગુલીના જન્મદિવસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી બેટ્સમેન સૌરવ ગાંગુલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સૌરવ ગાંગુલી પોતાનો 51મો જન્મદિવસ ઉજવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં દાદાની સાથે તેમનો પરિવાર જોવા મળ્યો હતો.
ગાંગુલીએ પરિવાર સાથે 51મો જન્મદિવસ ઉજવ્યો
Scenes from Dada’s birthday celebration at his home!! #HappyBirthdayDADA #SouravGanguly pic.twitter.com/czG1le5xed
— RevSportz (@RevSportz) July 8, 2023
કેક કાપી કરી ઉજવણી
ગાંગુલીએ જન્મદિવસની ઉજવણી તેમના પરિવાર સાથે કરી હતી. ખૂબ જ સરળ રીતે, તેમણે પરિવારની વચ્ચે તેમના ઘરે કેક કાપી અને 51મો જન્મદિવસ ઉજવ્યો હતો. સૌરવ ગાંગુલીના જન્મદિવસની ઉજવણીમાં તેમની પત્ની ડોના ગાંગુલી અને પુત્રી સના ગાંગુલી સાથે જોવા મળ્યા હતા.
ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે વીડિયો
સૌરવ ગાંગુલીનો જન્મદિવસ આટલી સાદગી સાથે અને પરિવાર વચ્ચે મનાવવાનો વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો જોયા બાદ ચાહકોએ દાદાની ખૂબ જ પ્રસંશા કરી હતી.
Former India skipper Sourav Ganguly’s birthday celebration at his home in Kolkata 🎂
📷: RevSportz#Cricket #TeamIndia #IndianCricketTeam #CricketNews #SouravGanguly #HappyBirthdayDADA #HappyBirthdaySouravGanguly pic.twitter.com/Jqjug6xDHX
— SportsTiger (@The_SportsTiger) July 8, 2023
આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં ઈશાંત શર્માનો નવો અવતાર, પહેલી ટેસ્ટમાં કરશે ખાસ ડેબ્યૂ
મહાન કપ્તાન અને બેટ્સમેન
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી મહાન કપ્તાન છે. તેમની કપ્તાનીમાં ભારતે અનેક મોટી ટુર્નામેન્ટ જીતી હતી. ગાંગુલીએ એક બેટ્સમેન તરીકે પણ અનેક રેકોર્ડસ બનાવ્યા હતા અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજે વિશ્વ ક્રિકેટમાં ભારતીય ટીમ જે સ્થાને પહોંચી છે તેનો મોટો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. આટલી મહાન ઉપલબ્ધીઓ છતાં પરિવાર સાથે સાદગી પૂર્વક જન્મદિવસની ઉજવણી કરી ગાંગુલીએ ચાહકોમાં વધુ ચાહના મેળવી છે.